Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર- કરન્સી ટ્રેડીંગ માર્કેટીંગના નામે વધુ વ્યાજની લોભામણી સ્કીમો આપી છેતરપીંડી કરનાર ઝડપાયો…

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વર શહેર પોલીસે લોભામણી જાહેરાત થકી મળતીયાઓ સાથે મળી છેતરપીંડી અને વિશ્વાસધાત કરનારને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

આ ઘટનામાં સજોદા ખાતે આંબેડકર નગરમાં રહેતા દલસુખભાઇ કટારીયા સાથે સુરતના નાનપુરા વિસ્તારમાં મકાઇપુલ પાસે, ચંન્દ્ર વિહાર એપાર્ટમેન્ટમાં રહેતા વિજયભાઇ સોભગચંદ શાહે તેના મળતીયા સાથે મળી વર્તમાન પત્રમાં કોમોડીટી તથા કરન્સી ટ્રેડીંગ માર્કેટીંગના નામે વધુ વ્યાજ સાથે વળતર આપવાની લોભામણી સ્કીમો આપી દલસુખભાઇ ને રૂપિયા૨૧,૦૦,૦૦૦/-નું રોકાણ કરાવ્યું હતું.

સ્કીમમાં જાહેરાત મુજબ આપવાના થતા રૂપિયા દલસુખભાઇને પરત આપ્યા ન હતા. જે અંગે તેમણે કોર્ટ રાહે પણ કેસ કરતા તેમાં વિજ્ય શાહે રૂપિયા ચુકવી આપશે કહી સમાધાન કર્યુ હતું. પરંતુ તેણે રૂપિયા ન ચૂકવતા આખેરે પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

અંકલેશ્વર શહેર પોલીસે ફરીયાદના આધારે આરોપી વિજય સોભગચંદ શાહની અટકાયત કરી તેના વિરૂધ છેતરપીંડી અને વિશ્વાસધાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

આઈ.ટી.આઈ મ્યુચ્યુઅલ ફંડે ITI Value Fund NFO ( આઈટીઆઈ વેલ્યુ ફંડ એનએફઓ ) રજૂ કર્યો.

ProudOfGujarat

નર્મદાની પરિક્રમામાં અવ્યવસ્થા મુદ્દે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એ વડોદરા કલેક્ટરને કરી રજૂઆત

ProudOfGujarat

લીંબડી બગોદરા હાઇવે ઉપર અકસ્માત સર્જાતા ટ્રક ડ્રાઈવર અને કલીનરનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!