દિનેશભાઇ અડવાણી
દર વર્ષની રઘુવંશી સમાજ મહિલા મંડળ દ્વારા ચૈત્રી માસમાં લીમડાના રસનું વિતરણ કરવામાં આવે છે.જેના ભાગરૂપે ચાલુ વર્ષે પણ ચૈત્રી નવરાત્રી નિમિત્તે અંકલેશ્વર જી.આઈ.ડી.સીમા આવેલ જોગર્સપાર્ક ખાતે આવતા નાગરિકોને કડવા લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું.સદર કાર્યક્રમમાં રઘુવંશી સમાજ મહિલા મંડળના કાજલ વિઠ્ઠલાણી,ધરતી તન્ના,બીના ગોકાણી,દેવયાની ઠક્કર,સહીત સભ્ય બહેનો ઉપસ્થિત રહી હતી.નવરાત્રીના નવ દિવસ સુધી લીમડાના રસનું વિતરણ કરવામાં આવશે.
Advertisement