બોગસ વિલ એટલે વસીયાતાનામાં અંગેના કિસ્સાઓ દિન પ્રતીદિન વધી રહ્યા છે ત્યારે બોગસ વસીયત નામું બનાવા તેમજ તે અંગે મદદ ગારી કરવા અંગે નો એક ગુનો જુના બોર બાથા ગામ ખાતે બનતા આ બનાવ અંગે રૂરલ પોલીસ મથક ખાતે ગુનો નોંધવામાં આવેલ છે. અંકલેશ્વર વિસ્તારમાં બોગસ દસ્તાવેજો અંગેના બનાવો વારંવાર બની રહ્યા છે ત્યારે ફરિયાદી શતીષ પરશોતમ પટેલ ની ફરિયાદ મુજબ તેમના પિતા સ્વ. પરશોતમ પટેલ નાં નામનું ખુતું વિલ એટલે કે વસીયત નામું રૂપિયા ૧૦૦ નાં સ્ટેમ્પ ઉપર કોમ્પયુટર વડે લખાવી તૈયાર કરી આરોપીઓએ એક બીજાની મદદ કરી સ્ટેમ્પ પેટા તિજોરી ખાતે થી મેળવી ઠગાઈ કરેલ છે. અને છેતરપીંડી કરેલ છે. ફરિયાદીએ આરોપીમાં માંગી પરશોતમ પટેલ રહે. શકરપુર ,ચંપા પરશોતમ પટેલ રહે. ઝાડેશ્વર, સુરેશ પરસોતમ પટેલ રહે. ધંતુરીયા , જયેશ પરશોતમ પટેલ રહે. ધંતુરીયા , બચું નાથું પટેલ રહે. ધંતુરીયા ઉત્તમ ભગવાન પટેલ રહે. ધંતુરીયા સ્ટેમ્પ વેન્ડર એસ.એન.મિરઝા નોટરી વકીલ સામે ગુણો દાખલ કરેલ છે. ખોટા વસીયત નામ અંગે બનેલ આ ગુનાં નાં પગલે સમગ્ર પંથકમાં ચર્ચાઓ ફેલાઈ છે ત્યારે રૂરલ પોલીસે આઈ.પી.સી ૧૯૩,૪૬૫,૪૬૬,૪૬૮, હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરતા આરોપી માના ત્રણ આરોપી સુરેશ પરશોતમ પટેલ, જયેશ પરશોતમ પટેલ, હિતેશ પટેલ ની અટકાયત કરી પી.આઈ બી.એલ વડુકર ચલાવી રહ્યા છે.
ખોટા વસીયત નામા તૈયાર કરવા અંગે મદદ કરનારા સામે દાખલ થયેલ ફરિયાદ
Advertisement