Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ટ્રક માંથી કાપડની ચોરી કરી બીજી ટ્રકમાં નાખનાર તસ્કરો કે પછી ધંધાધારી સ્પર્ધકો કે પછી જાણભેદુ પોલીસ તપાસનો વિષય…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલ અમરતૃપ્તિ હોટેલની પાસે આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલિયમના પેટ્રોલ પંપ પાસે ઉભી રખાયેલ ટ્રકની તાડપત્રી કાપી તેમાંથી લાખો રૂપિયાની મત્તાનું કાપડની ચોરી થઇ હોવાનો બનાવ બન્યો હતો.આ બનાવ અંગે રામદેવ હરિલાલ ગુર્જરએ અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી.જેમાં ૨૧,૫૯,૫૧૭ રૂપિયાની કિંમતનું કાપડ ચોરાયું હોવાની ફરિયાદ નોંધાય છે.ફરિયાદીના જણાવ્યા મુજબ તેમને પોતાની ટ્રક નંબર GJ ૧૬ X ૯૪૪૭ માં કાપડના જુદા-જુદા પાર્સલ નંગ ૧૭૫ ભર્યા હતા.તેઓ સુરત થી અમૃતસર જતા હતા એ વખતે રાત્રીના પેટ્રોલ પંપ ઉપર ટ્રક પાર્ક કરી કેબિનમાં સુતા હતા તે વખતે ટ્રકની પાછળ તાડપત્રી ફાડી જુદા-જુદા કપડાના પાર્સલ નંગ ૭૨ ની કિંમત રૂપિયા ૨૧,૫૯,૫૧૭ ની ચોરી કરી હતી.જોકે આ બનાવમાં હલચલ અને અવાજ થતા ફરિયાદી જાગી ગયા હતા અને ડ્રાઈવર સાઈટના ગ્લાસ માંથી જોતા કેટલાક ઈસમો ટ્રક પાછળથી કાપડના પાર્સલ ઉતારી પાછળ લગાવેલ બીજી ટ્રકમાં ભરતા હતા.જેથી ફરિયાદી ઘભરાયેલ ગયેલ હતા અને આ જોતા પાછલી ટ્રક પણ પુરપાટ ભરૂચ તરફના રાષ્ટ્રીય ધોરી માર્ગ પર તસ્કરો હંકાવી ગયા હતા.આ બનાવની તાપસ અંકલેશ્વર શહેર પોલીસ કરી રહી છે.

Advertisement


Share

Related posts

નવસારી જિલ્લાનાં ખેરગામનાં મોબાઈલ એસોસિએશન દ્વારા રેફરલ હોસ્પિટલમાં માસ્ક અપાયા.

ProudOfGujarat

સુરતમાં કુતરા કરડવાના બનાવો વચ્ચે ટી.ટી ના ઇન્જેક્શનની અછત, દર્દીઓ બહારથી ઇન્જેક્શન લેવા મજબુર

ProudOfGujarat

ભરૂચ તાલુકાના ટકારીયા ગામના મૂળ વતનીઓ પર સાઉથ આફ્રિકામાં કાળિયાઓ દ્વારા ગોળીબાર કરી લૂંટી લેવાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!