નગરપાલિકા દ્રારા થયેલા કામો અંગે તપાસની માંગણી
રોડ રસ્તા શોચાલય કામોમાં ગેરરીતી નાં આક્ષેપ
અંકલેશ્વર નગરપાલિકાના વિપક્ષી સભ્યો દ્રારા જીલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરીને પાલીકા દ્રારા કરાયેલા કામોની સરકારી અધિકારીઓ દ્રારા તપાસની માંગ કરી છે. અંકલેશ્વર નગરપાલિકામાં હાલ વિપક્ષી કોંગ્રેસનાં ૧૪ સભ્યો છે. આ તમામ સભ્યો ની સહી સાથે વિપક્ષી સભ્ય અને અંકલેશ્વર શહેર કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્ર જાની એ જીલ્લા કલેકટરને રજૂઆત કરી છે. રજુઆતમાં તેમણે આક્ષેપ કર્યા છે. કે અંકલેશ્વર પાલિકામાં સત્તાધીશ ભા.જ.પા દ્રારા થયેલા રોડ રસ્તા અને શોચાલયોના કામો ટેન્ડર મુજબ થયા નથી. અને એમાં વ્યાપક ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવ્યો હોય એવી સંભાવના છે. આથી મેહસુલી અધિકારીઓની ટીમ દ્રારા તપાસ કરવામાં આવે એવી માંગ વિપક્ષી સભ્યો દ્રારા કરાઈ છે. આ રજુઆત ને પગલે ફફડાટ ફેલાયો છે. ઉલેખનીય છે કે વિપક્ષી સભ્ય ભુપેન્દ્ર જાની એ બોર્ડ મીટીંગમાં પણ આ કામોમાં ગેરરીતી થઇ હોવા મુદ્દે દરખાસ્ત મૂકી હતી અને કલેકટર દ્રારા તપાસ સમિતિ નીમાય અને માંગ કરી હતી. જેને સત્તાધીશોએ બહુમતીના જોરે ફગાવી દીધી હતી. વિપક્ષી સભ્યો સીધા કલેકટર કેવું વલણ અખત્યાર કરે છે એ જોવું રહ્યું. !!!! જો કે આ અગાઉ પણ વિપક્ષ દ્રારા અનેકવાર પાલિકામાં ગેરરીતી અંગે જીલ્લા કલેકટરમાં ફરિયાદ કરાઈ છે. જેનું પરિણામ હજુ આવ્યું નથી. ત્યારે હવે આ રજુઆતમાં શું થાય છે. એ આવનાર સમયજ બતાવશે.