Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના પીરામણ ગામની સીમમાં સૂકા કચરામાં લાગી આગ…..

Share

દિનેશભાઇ અડવાણી

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર પીરામણ ગામ વિસ્તારમાં આવેલા ઝમઝમ એપાર્ટમેન્ટની બાજુમાં સૂકા કચરામાં એકાએક આગ લાગી જવા પામી હતી. આગ ધીમે ધીમે મોટું સ્વરૂપ પકડતા છેવટે અંકલેશ્વર નગરપાલિકા ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યું હતું.અંકલેશ્વર નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયાસ ચાલુ કર્યો હતો.મળતી માહિતી અનુસાર આગમાં કોઇ પણ વ્યક્તિને જાનહાની પહોંચી નથી અને કોઈપણ જાતનું આર્થિક નુકશાન થવા પામ્યું નથી.હાલ આગ સંપૂર્ણ રીતે અંકલેશ્વર નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમે કાબૂમાં મેળવી છે.હાલ અંકલેશ્વરમાં આવા સૂકા કચરાઓમાં વારંવાર આગ લાગતી રહે છે.જો કોઈ મોટી ઘટના બને એની પહેલા સરકાર આવી બાબતો પર ધ્યાન દોરે એવું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર : પીરામણ ગામ પાસે આમલાખાડીમાં લાલ કલરનું પ્રદુષિત પાણી વહેતું હોવાથી પર્યાવરણ વાદીઓ દ્વારા જીપીસીબીને ફરિયાદ કરવામાં આવી.

ProudOfGujarat

વડોદરામાં વરીયા કારીગરો માટે વિશિષ્ટ વર્કશોપનો પ્રારંભ.

ProudOfGujarat

“મારૂં ગામ કોરોના મુક્ત ગામ” અભિયાનના ભાગરૂપે રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલનો નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!