Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર નગરપાલિકાના ભાજપના ઉમેદવારે ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવી..

Share

દિનેશભાઇ અડવાણી

ભારત ભરમાં લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત થતાં તમામ પાર્ટીઓ એક્શનમાં આવી ગઈ અને આજ રોજ ઉમેદવારીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય ત્યારે ભરૂચ લોકસભામાં ભારતીય જનતા પાર્ટી તરફથી મનસુખભાઈ વસાવા,બી.ટી.પી તરફથી છોટુભાઈ વસાવા અને આજરોજ કોંગ્રેસ પક્ષ તરફથી શેરખાન પઠાણે ઉમેદવારી નોંધાવી હતી.ત્યારે હવે આ તો પક્ષના ઉમેદવારો થયા પરંતુ આજરોજ અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર 8 માં ઉમેદવારી કરનાર ભારતીય જનતા પાર્ટીના મુક્તીયર અબ્દુલ રહીમ શેખ (બંસી મામુ ) એ પોતાની ઉમેદવારી ભરૂચ લોકસભા ની રેસમાં નોંધાવી છે ત્યારે એક સવાલ પણ ઉભો થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરૂચ લોકસભામાં અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યા છે તેને જોતા સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એ જ લઘુમતીના વોટ વિખેરવા માટે શ્રી મુક્તીયર અબ્દુલ રહીમ શેખ ની ઉમેદવારી લોકસભામાં નોંધાવી હોય એવું લાગી રહ્યું છે.

Advertisement


Share

Related posts

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં એક ઈસમ સાથે લાખો રૂપિયાની ઠગાઇ થતાં ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં અકસ્માતના 3 બનાવો:3ના મોત 2 ઘાયલ

ProudOfGujarat

ભરૂચની ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટી સિસ્ટમનો અપૂરતો અભાવ, તેના માટે જવાબદાર કોણ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!