બંધ કંપનીના ગોડાઉનમા કપડાના જથ્થામાં આગથી દોડધામ
બે કલાકની જેહમત બાદ આગ પર કાબુ મેળવાયો-કોઈ જાનહાનિ નહિ.
અંક્લેશ્વર GIDC માં આવેલ અક્ષર ફેબ્રિક્સ નામની બંધ કંપનીના ગોડાઉનમાં મંગળવારે વહેલી સવારે આગ ભભુકી ઉઠતાં નાસભાગ મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર અંક્લેશ્વર GIDC માં પ્લોટ નં-૩૧૨ માં આવેલ અક્ષર ફેબ્રિક્સ નામની બંધ પડેલી કંપનીનાં સ્ટોરેજ ગોડાઉનમાં મંગળવારે વહેલી સવારનાં લગભગ પાંચ વાગ્યાનાં સુમારે અચાનક જ આગ ભભુકી ઉઠી હતી કાપડનો વ્યવસાય ધરાવતી અક્ષર ફેબ્રિક્સ કંપની આમ તો બંધ છે પરંતુ સ્ટોરેજ ગોડાઉનમાં કાપડનો જથ્થો સચવાયેલો પડ્યો હતો સંભવત: શોર્ટ સર્કિટનાં કારણે આગ ભભુકી ઉઠી હતી જે ટુંક જ સમય્માં કાપડને સપાટામા લેતાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ : બનાવ અંગે અંક્લેશ્વર DPMC ને જાણ કરાતાં DPMC ના કો-અઓર્ડિનર મનોજ કોટડિયા નવા ફાયર ટેન્ડર્સ સાથે ફાયર ફાઈટર્સ ઘટના સ્થળે દોડી ગયાં હતાં મનોજ કોટડિયા એ જણાવ્યા મુજબ બેથી અઢી કલાક ૬ ટેન્કરોની જહેમત નાં અંતે આગ પર કાબુ મેળવી શકાયો હતો એ દરમિયાન કલેક્ટરને જાણ થતાં તેમણે SDM ટીમ રવાના કરી હતી
અક્ષર ફેબ્રિક્સ બંધ હોવાથી જાનહાની ટળી હતી જેથી સૌએ રાહતના શ્વાસ લીધા હતાં આગ લાગવાના કારણોની તપાસ અને સાથે જ કેટલું નુકસાન થયું છે એ અંગે પણ વધુ તપાસ હાલ ચાલી રહી છે. આ ઘટનાનાં પગલે ભારે દોડધામ મચી જવા પામી હતી