Proud of Gujarat
FeaturedGujaratINDIA

આણંદ જિલ્લાના ખંભોળજના સુપ્રસિદ્ધ ચેહર માતાજીના મંદિરે આગામી તા.૧૮ એપ્રિલના રોજ તેરમો પાટોત્સવ યોજાશે.

Share

આણંદ જિલ્લાના ખંભોળજના સુપ્રસિદ્ધ ચેહર માતાજીના મંદિરે આગામી તા.૧૮.૦૪.૨૦૨૨ ને સોમવારના રોજ માં ચેહરનો ૧૩ મો પાટોત્સવ યોજાશે એમ ચેહરધામ ખંભોળજના ભુવાજી નાગજીભાઈ રબારીએ જણાવ્યું છે.

માતાજીના તેરમા પાટોત્સવ નિમિત્તે સવારે ૯.૦૦ કલાકે નવચંડી યજ્ઞનો પ્રારંભ થશે. સાંજે ૫.૦૦ કલાકે શ્રીફળ હોમ કરાશે જ્યારે સાંજના ૬.૩૦ કલાકે માઈ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ માંગલિક અવસરે રાત્રે ૯.૦૦ કલાકે જીજ્ઞાસા રબારી, દિવ્યા ઠાકોર, ઉમેશ બારોટ જેવા સુપ્રસિદ્ધ ગાયકોની ઉપસ્થિતિમાં લોકડાયરો યોજાશે.

આ અવસરે દૂધરેજ વડવાળા મંદિરના પ.પૂ.ધ.ધૂ ૧૦૦૮ મહામંડલેશ્વર કનીરામદાસ બાપુ, ડાકોરના ૧૦૮ સરસ્વતી દાસ બાપુ, પેટલી મંદિરના નિર્મલ દાસ બાપુ, કાસવાના ભુવાજી રાજા ભગત, વિરોચનનગરના ભુવાજી કનુભાઈ, ભુવાજી બચુભાઈ રબારી, કમલીવાડા વિક્રમભાઈ રબારી સહિત સંતો, મહંતો, ભુવાજીઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો,મુકેશભાઈ ભરવાડ અને માઈ ભક્તો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે માતાજીના ભક્તોને માતાજીના દર્શનનો લાભ લેવા ભુવાજી નાગજીભાઈ રબારીએ હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.

Advertisement

Share

Related posts

નડિયાદ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ કચેરી દ્વારા રેલી યોજાઈ.

ProudOfGujarat

ભરૂચમાં નવરાત્રિ પર્વ દરમિયાન મહિલા સુરક્ષા માટે અભયમ રેસ્કયુ ટીમ તૈનાત કરાઈ.

ProudOfGujarat

રાજપીપળા કલરવ શાળાની વિદ્યાર્થીની તમસીલજહા કુરેશી એ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં માર્યું મેદાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!