આણંદ ગોધરા રેલવે ટ્રેક ઉપર આવેલ અંગાડી નજીક સિક્કા વડે સિગ્નલ ફેલ કરી ટ્રેનમાંથી મુસાફરોની હેન્ડબેગ પર્સ સહિતના કિંમતી માલ સામાન ની સ્નેચિંગ કરનાર ટોળકી પૈકી ના બે શખ્સોને રેલવે પોલીસે ઝડપી પાડયા હતા. આ બે શખ્સો પકડાતા આણંદ તથા ગોધરા રેલવે પોલીસની હદમાં થયેલ ત્રણ ગુનાઓના ભેદ ઉકેલવા પામ્યા છે.
મળતી માહિતી મુજબ ગત તારીખ ૧૪ મી નવેમ્બરના રોજ મોડી રાત્રિના સુમારે ગાંધીધામ ઈન્દોર એક્સપ્રેસ ટ્રેન અંગાડી – સેવાલિયા રેલ્વે સ્ટેશન વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ સિગ્નલ ફેલ કરી ટ્રેન ઉભી રખાવી હતી બાદમાં ટ્રેન ઉભી રહેતા અલગ અલગ કોચમાં મુસાફરી કરી રહેલ મુસાફરોના ગળામાં પહેરેલ સોના ની ચેઇન સ્ટેચિંગ કરી હેન્ડબેક તથા પર્સ સહિતના સર સામાનની ચોરી કરી રાત્રિના અંધકારમાં નાસી છૂટયા હતા .જે અંગે આણંદ રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વડોદરા રેલવે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ હતી બનાવ સંદર્ભે રેલવે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ઘટના સ્થળની સઘન તપાસ કરી સીસીટીવી કેમેરા ના ફૂટેજ તપાસતા ચોક્કસ ટોળકી દ્વારા આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી જે અંગે સેવાલિયા થી અંગાડી રેલવે સ્ટેશન વચ્ચે એલસીબીના કર્મચારીઓએ વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ વાહનો સાથે રેકી કરતા બે શખ્સોને ઝડપી પાડયા હતા .
પોલીસે તેઓની પૂછપરછ કરતા આ બંને શખ્સો પોતાના સાગરીતો સાથે મળી આણંદ ગોધરા રેલવે ટ્રેક ઉપર સિક્કા વડે સિગ્નલ ફેલ કરી ગાંધીધામ ઈન્દોર ટ્રેન માંથી મુસાફરોના સર સામાનની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે ઝડપાયેલ બંને સક્ષો પાસેથી બે મોટરસાયકલ તથા ૧૧ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧.૯૦ લાખ ઉપરાંત નો મુદ્દા માલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પકડાયેલ શખ્સોના નામ : ૧) સુલતાન નિશાર ખાલપા ( રહે સિગ્નલ ફળિયુ ગોધરા..) ૨) ફરદિનઅલી ઇનાયતઅલી મકરાણી ( રહે. સિગ્નલ ફળિયું ગોધરા.)
વોન્ટેડ શખ્સોના નામ : ૧) હસન સલીમ શેખ ૨) હુસેન સલીમ શેખ ૩) યાસીન સલીમ શેખ (તમામ રહે. સિગ્નલ ફળીયુ ગોધરા)