Proud of Gujarat
GujaratFeaturedINDIA

આણંદ જિલ્લામાં કરાઈ આર.ટી.આઈ…..જાણો કેટલી ?

Share

આણંદમાં અધધધ…792 આર.ટી.આઈ. કરવામાં આવી, બોરસદના સસ્તા અનાજના દુકાનદારોનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા સામાજિક કાર્યકરોની પહેલ. આ સમગ્ર ઘટનામાં વિગતો કંઈક એમ છે કે, આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં સામાજિક કાર્યકર્તાઓ મેદાને ઉતર્યા છે. સર્વ સમાજ સેનાના પ્રમુખ મહિપતસિંહ ચૌહાણની આગેવાનીમાં બોરસદ મામલતદાર કચેરી ખાતે તાલુકાની 132 સસ્તા અનાજની દુકાનો પર તવાઈ બોલાવી ગુજરાતમાં એક દાખલો બેસાડવાની પહેલ કરી છે. 132 સસ્તા અનાજના દુકાનદારો પાસે 6 લોકો દ્વારા 1-1 અલગ મુદ્દાની આર.ટી.આઈ. માંગવામાં આવી છે

એટલે 1 દુકાનદારને 6 જુદા-જુદા લોકોએ 1-1 આર.ટી.આઈ. આપી જુદી-જુદી માહિતી માંગી છે. જેથી 132 દુકાનમાં 6 લોકોએ આર.ટી.આઈ. કરતા 792 આર.ટી.આઈ. કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારો દ્વારા જે-તે ઉચ્ચ પ્રશાસન સાથે મીલિભગત કરી ગ્રાહકોના હક્કના અનાજનો બારોબાર વહીવટ કરી ભ્રષ્ટાચાર કરવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. આવી ઘટનાઓની રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી થતી નથી. ત્યારે સામાજિક કાર્યકર્તાઓ દ્વારા એક સાથે આટલી આર.ટી.આઈ. કરી સમગ્ર બોરસદ તાલુકાના દુકાનદારોનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. જેના કારણે આખા રાજ્યના દુકાનદારોમાં આ દાખલો બેસે અને સામાન્ય નાગરિકોના હક્કનું અનાજ સગે-વગે ન થાય અને લોકોને પુરતા પ્રમાણમાં અનાજ મળી રહે. આ સમગ્ર ઘટનામાં સામાજિક કાર્યકર્તાઓ દ્વારા દુકાનદારો પાસે તારીખ ૦૧/૦૯/૨૦૧૯થી ૩૦/૧૧/૨૦૧૯ સુધીમાં તમામ રેશનકાર્ડ ધારકોના બનેલા બિલની કોપી, તારીખ ૦૧/૦૯/૨૦૧૯ થી ૩૦/૧૧/૨૦૧૯ સુધીમાં આવેલી પરમીટ (માલ ગોડાઉનથી લેવા માટેની ઇસ્યુ કરેલી પરમીટ) અને મામલતદારશ્રીએ ઇસ્યુ કરેલી પરમીટની માહિતી, તારીખ ૦૧/૦૧/૨૦૨૦ થી ૨૮/૦૨/૨૦૨૦ સુધીમાં રેશનકાર્ડ ધારકોના બનેલા બિલની કોપી, તારીખ ૦૧/૦૧/૨૦૨૦ થી ૨૮/૦૨/૨૦૨૦ સુધીમાં રેશનકાર્ડ ધારકોના બનેલા બિલની કોપી, તારીખ ૦૧/૦૮/૨૦૧૯થી ૩૦/૧૧/૨૦૧૯ સુધીમાં રેશનકાર્ડ સાથે અધારકાર્ડ લિન્કઅપ થયાનો રિપોર્ટ તેમજ રેશનકાર્ડ સાથે લિંકઅપ થયેલ અધારકાર્ડની કોપીની સંપૂર્ણ માહિતી, તારીખ ૦૧/૦૬/૨૦૧૯ થી ૩૧/૧૨/૨૦૧૯ સુધીમાં નોન એન.એસ.એફ.એ ( નેશનલ સિક્યુરિટી એકટ ) રાષ્ટ્રીય અન્ન સલામત કાયદોમાં ટ્રાન્સફર થયેલ રેશનકાર્ડ ધારકોના અરજી સાથે બિડાણ કરેલ પુરાવા તેમજ માસિક રિપોર્ટની પ્રામાણિત માહિતી, એમ કુલ 6 મુદ્દાની માહિતી અલગ-અલગ 6 અરજદારો દ્વારા 132 દુકાનદારો પાસે માંગવામાં આવી છે. આ સમગ્ર બાબતને સંદર્ભે સામાજિક કાર્યકર્તા મહિપતસિંહ ચૌહાણે જણાવ્યું હતુ કે, આખા રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારો અને પુરવઠા વિભાગની મિલીભગતના કારણે સામાન્ય પ્રજાના હક્કનું અનાજ સગે-વગે થઈ રહ્યુ છે. હાલમાં સુરતમાં અનાજના ગોડાઉનમાં જે પ્રકારની ઘટના બની અને આમ આદમી પાર્ટી દ્વારા ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવામાં આવ્યો તેવી જ ગોલમાલ આખા ગુજરાત રાજ્યમાં થઈ રહી છે. તેના સંદર્ભે આણંદના બોરસદ તાલુકાના સસ્તા અનાજના દુકાનદારોને આર.ટી.આઈ. થકી વિવિધ મુદ્દાની માહિતી માંગી છે. જેના કારણે તેમાં ભ્રષ્ટાચાર કરતા વેપારીઓને ખુલ્લા પાડી તેમનું લાયસન્સ રદ્દ કરાવવાની પ્રક્રિયા હાથ ધરાશે. જરૂર પડતા આ સમગ્ર મુદ્દાને રાજ્ય કક્ષાએ ઉઠવવામાં આવશે. લાયસન્સ રદ્દ થવાની ઘટનાઓ બનશે તો વેપારીઓમાં આપોઆપ ફફડાટ વ્યાપી જશે. તેને સંદર્ભે જ આ શરૂઆત કરવામાં આવી છે.

હાર્દિક દેવકિયા

Advertisement

Share

Related posts

ગોધરામા ગેસ સિલીન્ડર નોધણી પછી પણ ન મળતા હોવાની લોકબુમ

ProudOfGujarat

છોટાઉદેપુરનાં ખાણ ખનીજની લીઝો પર કુલમુખત્યાર રદ્દ કરવામાં આવેલ છે. 

ProudOfGujarat

અંકલેશ્વરના ઉમરવાડા ગામે T-20 ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં પાનોલી ટીમનો વિજય થયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!