રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે ત્યારે આજે અમરેલી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે બીજી તરફ જળાશયો મોટાભાગે ઓવરફ્લો થયા છે આજે વધુ એક ડેમ ઓવરફ્લો થયો છે. ખાંભાના રાયડી ડેમમાં 441 ક્યુસેક પાણીની આવક ચાલી રહી છે જેના કારણે રાયડી ડેમનો 1 દરવાજો ખોલવાની ફરજ પડી છે જેના કારણે નીચાણવાળા ગામડા નાના બારમણ, મોટા બારમણ, ચોત્રા, મીઠાપુર, નાગેશ્રી સહિત ગામડાને એલર્ટ આપવામાં આવ્યું છે અને નદી કાંઠે અવરજવર નહિ કરવા માટેની સૂચના આપવામા આવી છે. રાયડી ડેમમાં પાણીની આવક થતા બપોર બાદ રાયડી નદીમાં પણ પુરની સ્થિતિ સર્જાય શકે છે. નદીમાં પાણીની આવક થવાની શક્યતા જોવા મળી રહી છે.
અમરેલી જિલ્લામાં એકાદ મહિનાથી સતત અવિરત વરસાદના કારણે અમરેલી ઠેબી ડેમ,વડીયા સુરવોડેમ બગસરા મુજીયાસર ડેમ, ધારી ખોડિયાર ડેમ, રાજુલા ધાતરવડી ડેમ 1, ધાતરવડી ડેમ 2,સાવરકુંડલા શેલ દેદુમલ ડેમ મોટાભાગના ડેમ ઓવરફ્લોની સ્થિતિમાં હાલ જોવા મળી રહ્યા છે અને સતત પાણીની આવક હોવાને કારણે દરવાજા ખોલ બંધની પ્રક્રિયા સતત ચાલતી જોવા મળી રહી છે.