Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમરેલી : જાફરાબાદના કેરાળામાંથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ તબીબ ઝડપાયો

Share

અમરેલી જિલ્લામા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમા બોગસ તબીબો લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરતા હોય છે. ત્યારે જાફરાબાદ તાલુકાના કેરાળા ગામેથી એસઓજી પોલીસે કલીનીક ચલાવી રહેલા બોગસ તબીબને ઝપડી પાડયો હતો.

બોગસ તબીબ ઝડપાયાની આ ઘટના જાફરાબાદ તાલુકાના કેરાળામા બની હતી. એસઓજી પોલીસે બાતમીના આધારે ટીંબી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.દક્ષાબેન મેવાડા સહિત ટીમને સાથે રાખી અહી દરોડો પાડયો હતો. અહીના ગરબી ચોક વિસ્તારમા મુળ ઉનામા રહેતો સુમરા મહમદભાઇ સુલેમાનભાઇ નામનો બોગસ તબીબ કોઇ પ્રકારની ડિગ્રી વગર દવાખાનુ ચલાવી લોકો પાસે ફી લઇ સારવાર કરી એલોપેથીક દવાઓ આપતો હતો.

Advertisement

પોલીસની પુછપરછમા તેની પાસે કોઇ ડિગ્રી ન હોવાનુ ખુલ્યુ હતુ. પોલીસે તેની અટકાયત કરી એલોપેથીક દવાઓ તેમજ મેડિકલ સાધન સામગ્રી મળી કુલ 47 ચીજ વસ્તુઓ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ એ.પી.બારૈયા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.જિલ્લામાં અગાઉ પણ બોગસ તબીબો પકડાયા છે ત્યારે વધુ એક બોગસ તબીબને પોલીસે પકડી પાડ્યો છે.


Share

Related posts

અંકલેશ્વરમાં ધોળા દિવસે બાઈક ચોરી કરી ચોર ફરાર : ઘટના સીસીટીવી કેમેરા કેદ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાણખનીજ વિભાગનો સપાટો

ProudOfGujarat

પાલેજના માછીવાડ વિસ્તારમાંથી ઓનલાઇન ક્રિકેટ સત્તાબેટિંગ ઝડપાયું, પિતા પુત્રની ધરપકડ કરતી SOG પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!