રાજુલા તાલુકાના હિંડોરણા ગામે એક રહેણાંકમા પોલીસે દરોડો પાડયો હતો. અહી ગેરકાયદે રીફીલીંગ કૌભાંડ ચાલી રહ્યું હોય પોલીસે 53 સિલીન્ડર મળી કુલ રૂપિયા 3.84 લાખનો મુદામાલ કબજે લીધો હતો. જિલ્લા પોલીસવડા હિમકર સિંઘની સુચનાથી ડીવાયએસપી હરેશ વોરાના માર્ગદર્શન હેઠળ પીઆઇ જે.એન.પરમાર અને સ્ટાફના ભરતભાઇ વાળા, હરપાલસિંહ, ભીખુભાઇ, જયેન્દ્રભાઇ, અનોપસિંહ, રોહિતભાઇ, હરેશભાઇ સહિતે હિંડોરણા ગામે દરોડો પાડયો હતો. અહી લખમણભાઇ જીવાભાઇ વાવડીયા રહેણાંકમા ગેરકાયદે ગેસ રીફીલીંગનો ધંધો ચલાવતા હતા.
પોલીસે અહીથી 53 સિલીન્ડર, વજનકાંટા, ઇલેકટ્રીક પંપ, સીલ મળી કુલ રૂપિયા 3,84,550નો મુદામાલ કબજે લીધો હતો. પોલીસે સુભાષ રૂપરામ બિશ્નોઇ અને લખમણભાઇની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે અન્ય શખ્સને પકડવા તજવીજ હાથ ધરી હતી.
Advertisement