Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમરેલી : સાવરકુંડલા શહેરમાં પર્યાવરણ બચાવવાની જાગૃત્તિના ભાગરૂપે સાઈકલ રેલી યોજાઇ.

Share

સરકાર તરફથી ચાલતા મીશન લાઈફ અંતર્ગત એક્શન પ્લાન ફોર ઈવેન્ટસ ટુ બી હેલ્ડ બીફોર 5 જુનને લઈ રોજીંદા જીવનમાં નજીવા ફેરફારોને ઓળખવા તથા આપણા પર્યાવરણને અનુકૂળ થઈ એને બચાવવા જાહેર જનતાને સંદેશ આપવા માટે અમરેલી જિલ્લામાં આવેલ મહત્વની સાવરકુંડલા નોર્મલ રેન્જ ગીર પુર્વ વન વિભાગ ધારી તથા સહયોગી સંસ્થા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલા શહેરના જાહેર રસ્તાઓ પર પર્યાવરણ બચાવવાના જાહેર સુત્રોચ્ચાર સાથે વિશાળ સાઈકલ રેલી યોજવામાં આવી હતી. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ, વનવિભાગના ઓફિસરો, કર્મચારીઓ, પર્યાવરણ પ્રેમીઓ, પ્રકૃતિ પ્રેમીઓ આ રેલીમા જોડાયા હતા અને શહેરના મુખ્ય માર્ગ ઉપર આ સાઇકલ રેલી પસાર થઇ હતી. સમગ્ર સાઇકલ રેલીમાં અમરેલીના સાંસદ નારણ કાછડીયા દ્વારા લીલી જંડી આપી રેલીને પ્રસ્થાન કરાવતા જાગૃતિ આવે તે માટે સુત્રોચ્ચાર સાથે રેલી અલગ અલગ વિસ્તારમાં ફરી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં યોગદિવસની ઉત્સાહભેર ઉજવણી

ProudOfGujarat

લીંબડીમાં હોમગાર્ડ જવાને માતાની બીજી પુણ્યતિથિ નિમિત્તે ગરીબોને કીટ વિતરણ કરી

ProudOfGujarat

માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિએ માંગરોળનાં ઇન્ચાર્જ મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી તરસાડી કોસંબા ચાલતી પિરામલ ગ્લાસ બંધ કરાવવા માંગ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!