Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમરોલીમાં એમ.ડી ડ્રગ્સ સાથે રીક્ષા ચાલક પકડાયો

Share

અમરોલી પોલીસના હે.કો ભગીરથસિંહ ઘનશ્યામસિંહને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે અમરોલીના સૃષ્ટિ રો હાઉસ નજીક પુણ્ય ભુમિ બંગ્લોઝથી ડી માર્ટ જવાના રોડ પર વોચ ગોઠવી ઓટો રીક્ષા નં. જીજે-5 ઝેડઝેડ-0559 ને અટકાવી હતી. પોલીસે રીક્ષા ચાલક મોહમદ ઇમરાન ઉર્ફે બોબડા મોહમદ કાસીમ શેખ (ઉ.વ. 32 રહે. રાજીવનગર, ભેંસાણ ફળીયા, રાંદેર) ની અંગજડતી કરતા તેની પાસેથી રોકડા રૂ. 350, એક મોબાઇલ ફોન અને 7.77 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી પોલીસ ઇમરાન વિરૂધ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી રીક્ષા, મોબાઇલ ફોન અને એમડી ડ્રગ્સ મળી કુલ રૂ. 1.50 લાખનો જથ્થો કબ્જે લીધો હતો. ઇમરાન ઉર્ફે બોબડાની પૂછપરછમાં રીક્ષા તેના મિત્રની સાસુ પાસેથી બચત ઉપર લઇ ફેરવતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ઇમરાનને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે. ઇમરાનની પ્રાથમિક પૂછપરછના આધારે તેની રહેણાંક સોસાયટીમાં રહેતા અઝીઝખાન ઉર્ફે માંજરો શરીફખાન શેખ પાસેથી ડ્રગ્સ લાવી અમરોલી-કોસાડ આવાસ વિસ્તારમાં વેચવા આવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે મોડી સાંજે અઝીઝખાન ઉર્ફે માંજરાની પણ અટકાયત કરી છે.

Advertisement

Share

Related posts

હેલોનિક્સ ટેક્નોલોજીસે ભારતનો પ્રથમ ‘અપ-ડાઉન ગ્લો’ એલઈડી બલ્બ લોન્ચ કર્યો

ProudOfGujarat

ભરૂચ એસ.ઓ.જી પોલીસે ગેરકાયદેસર રોકડા રૂપિયા સાથે એક ઇસમને ઝડપી લીધો

ProudOfGujarat

હિસ્સા આર્ટસનાં “એન્ડ્યુરિંગ માઈન્ડસ” એ સુરતનાં શ્રેષ્ઠ આર્ટિસ્ટિક વર્ક રજૂ કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!