અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોને નુકસાન ગયું હોવાની રજુઆત રાજુલા જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પાસે આવતા આજે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને ગાંધીનગર ખાતે રૂબરૂ રજુઆત કરવામાં આવી છે જ્યારે આ રજુઆતમાં નાયબ દંડક કૌશીકભાઈ વેકરીયા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના નેતા રવુભાઈ ખુમાણ, જીલા પંચાયત સદસ્યો કરશનભાઈ ભીલ, વિક્રમભાઈ શિયાળ, સરપંચ પ્રતાપભાઈ બેપારીયા સહિત લોકો દ્વારા રજૂઆતો કરી છે જેમાં રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો પવન સાથે કરા પડતા વ્યાપક નુકસાન ગયું છે. યોગ્ય રીતે તપાસ કરી સર્વે બાદ આ વિસ્તારના ઘઉં, ડુંગળી, કેરીના બગીચામાં પણ નુકસાન થયું હોવાને કારણે ખેડૂતોને વળતર આપવા માટેની રજૂઆતો કરવામાં આવી છે.
Advertisement