અમરેલી તાલુકાના ફતેપુર ગામના ઇશ્ર્વરભાઇ કાનપરીયાની વાડીએથી ખેતીવાડીનુ ટ્રાન્સફોર્મર કોઇ અજાણ્યા ચોર ઇસમો દ્વારા ચોરી કરી લઈ ગયેલ તે અંગેની ફરીયાદ પી.જી.વી.સી.એલ. કચેરી અમરેલી ગ્રામ્યના નાયબ ઇજનેર મુકેશભાઇ સમાભાઇ પરમાર અમરેલીવાળાએ અજાણ્યા ઇસમો વિરૂધ્ધ નોંધાવેલ હતી.
અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર પી.બી. લક્કડ તેમજ સર્વેલન્સ ટીમ દ્વારા અંગત બાતમીદારો તેમજ ટેકનીકલ સોર્સ દ્વારા અજાણ્યા આરોપીઓ અંગે તપાસ કરવામા આવેલ તેમજ કમાન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી ફુટેજનો જીણવટભરી રીતે અભ્યાસ કરવામાં આવેલ અને તપાસ દરમ્યાન અમીતભાઇ ધીરૂભાઇ જીયાણી, ધંધો : (ટી.સી બદલવાનુ રહે. બાબરા), તથા બાવચંદભાઇ ભનુભાઇ જાદવ રહે. બક્ષીપુર, (તા.જી.
અમરેલી) વાળા આરોપીઓને પકડી પાડીયુકતી પ્રયુકિતથી સઘન પુછપરછ કરતા ગુનાને અંજામ આપેલ હોવાની કબુલાત આપેલી હતી. અને ચોરી કરેલ વીજ ટ્રાન્સફોર્મર કિ. રૂા. 37,000 તથા ટાટા મોટર્સ મોડલ-407 (જીજે-01-ટીટી 78ર8) કિ. રૂા. 1,80,000નો મુદામાલ કાઢી આપેલ હતો.