ખેડૂતોની આવક બમણી કરવાના તેમજ ખેતીને પ્રાકૃતિક અને ટકાઉ બનાવવાના આશયથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો શરુ કરવામાં આવ્યા છે. આ કડીના ભાગરૂપે NMSA રાષ્ટ્રીય ટકાઉ ખેતી મિશન યોજના હેઠળ અમરેલી જિલ્લાના મોટા અંકડિયા ગામે ખેડૂત શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં નાયબ બાગાયત નિયામક જયરાજવાળા દ્વારા બાગાયતી પાકોની ખેતી અને સહાય યોજના અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. જિલ્લામાં આ યોજના હેઠળ ખેડૂતોએ લાભ લેવા માટે શું કરવું તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કૃષિ અને બાગાયતી ખેતીમાં વિવિધતા અને ક્ષમતા ધરાવતા અમરેલી જિલ્લામાં ખેડૂતોને આ કાર્યક્રમમાં સુવ્યવસ્થિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ શિબિરમાં સાથે જિલ્લાના કૃષિ અને પશુપાલન વિભાગના અધિકારી કર્મચારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement