અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહને મળેલ બાતમીનાં આધારે તાલુકા પોલીસને સુચના આપતા ગઈકાલે વ્હેલી સવારે પોલીસ અમરેલીનાં લાઠી રોડ ઉપરવોચમાં હતી ત્યારે વરસડા રોડ તરફથી આવતી કારને પોલીસે રોકવા ઈશારો કરતાં કારને ઉભી રાખવાનાં બદલે લીલીયા ચોકડી થઈ લીલીયા તરફ ભાગતા તાલુકા પોલીસે દારૂ ભરેલ કારનો પીછો કરતાં બે પૈકી એક કાર લીલીયા તાલુકાનાં પુતળીયા ગામ નજીક કાર પુલ સાથે અથડાય પડતા પોલીસે ઝડપાયેલ આરોપી વિસાવદર તાલુકાનાં મોટા કોટડા ગામે રહેતા રવીરાજભાઈ ઉર્ફે લાલો જીલુભાઈ વાળા નામનાં ઈસમને કાર નં. જી.જે.-3 એચ.એ. 922 તથા કાર નં. જી.જે.-12 એ.આર. 9602 માં વિદેશી દારૂની અલગ અલગ બોટલ નંગ-252 કિંમત રૂા. 1,01,025, મોબાઈલ ફોન-1 રૂા. 10,000 તથા બન્ને કાર મળી કુલ રૂા. 6,11,0રપ નાં મુદામાલ સાથે ઝડપી લઈ પુછપરછ કરતાં નાશી જનાર કુલદીપભાઈ ધાધલ રે. અમરેલી તથા રણજીતભાઈ રે. લીલીયાવાળાએ મદદગારી કર્યાની કબુલાત આપતા અમરેલી તાલુકા પોલીસે ચાર ઈસમો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલીમાં વિદેશી દારૂ ભરેલ કાર સાથે ઇસમને ઝડપી પાડયો.
Advertisement