Proud of Gujarat
INDIAFeaturedGujarat

અમરેલીના લાઠી રોડ પર ગેરેજમાં પાર્ક કરેલી બે કારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી.

Share

અમરેલી શહેરના લાઠી રોડ પર એક ગેરેજમાં પાર્ક કરેલી બે કારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. અમરેલીના લાઠી રોડ પર આવેલા રાજુભાઈની ગેરેજમાં ખુલ્લા પ્લોટમાં લોગાન અને સ્કોર્પિયો કાર પાર્ક કરેલી પડેલી હતી. જેમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળતા બંને કાર સળગી હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.

આગ લાગતા અહીં આસપાસ પેટ્રોલ અન્ય કારના શોરૂમ સહિત હોવાને કારણે આસપાસ અન્ય વાહનો પણ જોવા મળ્યા હતા. જેના કારણે આગ બુઝાવવા માટે અન્ય માણસો પણ દોડી આવ્યા હતા. જ્યારે આગ કેવી રીતે લાગી છે તેનું કારણ હજુ સુધી કોઈ જાણી શક્યું નથી. ત્યારે માત્ર પાર્કિંગ કરેલી બંને એક સાથે કારમાં આગ કેવી રીતે લાગી તેને લઈ ભારે ગણગણાટ ચાલી રહ્યો છે. પરંતુ હજુ સત્તાવાર રીતે કોઈ કારણ નથી ખુલ્યુ.

Advertisement

અમરેલી ફાયર ઓફિસર એસ.સી.ગઢવી એ જણાવ્યું ફાયર કંટ્રોલમાં કોલ આવ્યો લાઠી રોડ ઉપર આગ લાગી છે આ સમાચાર સાંભળી તુરંત અમારી ટીમ પહોંચી આગને સંપૂર્ણ કંટ્રોલમાં લીધી છે.


Share

Related posts

11 ઓગસ્ટ પછી રાજ્યમાં નહી મળે પેટ્રોલ ડીઝલ ,જાણો શું છે કારણ..?

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી ના પ્રતિન ચોકડી થી વાલિયા ચોકડી સુધી ના વિસ્તાર માં ચાલતી વેશ્યાવૃત્તિ અને તે ને રોકવા થયેલ ઉચ્ચ સ્તરીય રજુઆત

ProudOfGujarat

વલસાડ સિટી પોલીસની બુટલેગરો પર લાલઆંખે બુટલેગરોમાં ‘ અંધારા ‘ લાવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!