Proud of Gujarat
INDIAFeaturedGujarat

અમરેલી મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ દ્વારા સાવરકુંડલા તાલુકાના ગામોમાં વૃક્ષારોપણ કરી રોપાનું વિતરણ કરવામાં આવ્યું.

Share

મહિલા સામખ્ય અમરેલી શિક્ષણ વિભાગ દ્વારા સાવરકુંડલા તાલુકાના નાના ઝીંઝુડા, મોટા ઝીંઝુડા, પીઠવડી, પિયાવા, વંડા, ભેકરા, ભોકરવા, નાની વડાળ, ગાધકડા અને લીખાળા વગેરે ગામોમાં અમરેલી જીલ્લા મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ અધિકારી ઈલાબેન ગોસ્વામીના માગૅદશૅન હેઠળ વૃક્ષારોપણ અને રસીકરણ વિશે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું

જેમાં ગામડે ઘરે-ઘરે જઇ ગામડાની બહેનોને છાયાના વૃક્ષો, ફળફળાદી છોડ, ફૂલોના છોડવા વગેરે વૃક્ષોનું મહત્વ સમજાવ્યું, વૃક્ષોની જાળવણી કઈ રીતે કરવી, વૃક્ષો છોડવાના ફાયદાઓ વિશેની સમજ પૂરી પાડવામાં આવી આ ઉપરાંત કોરોના વેક્સિન લેવા માટે બહેનોને પ્રોત્સાહન કરવામાં આવી. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સાવરકુંડલાના સી.આર.પી મકવાણા કિરણબેન અને રેણુકા હેતલબેન દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી.

Advertisement

Share

Related posts

પંચમહાલમાં ડોક્ટરી ડીગ્રી વગરના ઝોલાછાપ ડોકટર ઝડપાયા.

ProudOfGujarat

ભૌર ફિલ્મમાં દેખાયું મહિલા સશક્તિકરણ…જાણો વધુ.

ProudOfGujarat

દમણના બાર માં જલસા કરતો ઝડપાયો ગુજરાત પોલીસ ની જાસૂસી કાંડ નો આરોપી,પરેશ ઉર્ફે ચકા ના ચર્ચાઓનો ચૂંટણી પહેલા જેલમાં આવ્યો અંત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!