આજ રોજ આમોદ મામલતદાર કચેરી ની મુલાકાત લેતા જોવા મળ્યું કે મામલતદાર કચેરીની કમ્પાઉન્ડમાં પુષ્કળ પ્રમાણમાં જાહેરમાં કચડો જોવા મળ્યો.સ્વચ્છતા અભિયાન ના નામે લાખો -કરોડો રૂપિયાના ખર્ચ કરતી આ સરકાર જાતે જ સ્વચ્છતા અભિયાન માં નિષ્ફળ રહી છે.આમોદ મામલતદાર કચેરીમાં કમ્પાઉન્ડમાં જાહેરમાં કચરા પેટી હોવા છતાં પુષ્કળ પ્રમાણમાં કચરો જોવા મળે છે.આ કચડામાં લોકોએ આપેલી અરજી તથા આધાર કાર્ડ ની ઝેરોક્ષ પણ જોવા મળી. અને કાગળો જોતા લાગે છે કે આ મામલતદાર કચેરી નહિ પરંતુ કોઈ ગંદકી નાખવાનું સ્થળ છે.તો શું જનતાએ આપેલી અરજીઓ આવી જગ્યા ઉપર નાખી દેવામાં આવે છે તેવા અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે.જ્યારે મામલતદાર કચેરીમાં પાણી પીવાની જગ્યા જોવામાં આવી તો તે જગ્યા પણ ગંદકી નજરે પડે છે.ટોઇલેટ માં ના હોઈ એટલી ગંદકી તો પાણી પીવાની જગ્યા ઉપર નજરે પડે છે તો શું આ પાણી પીવું યોગ્ય છે અને ના છૂટકે જનતા પાણી પીવે તો શું તે હની કારક નથી તેવા પણ સવાલો ઉભા થયા છે.એક તરફ સરકાર તેમ કહે છે કે સરકારી જગ્યાએ ધુમ્રપાન કરવું ગુનો બને છે જ્યારે મામલતદાર કચેરી ની બાડી ની બહાર જોવે તો ચારો તરફ ગુટકા ના કારણે ગંદગી થયેલી છે. ચા પીને ચા ના કપ પણ બાડી ની બહાર નજરે પડે છે.આવે તો એમ લાગી રહ્યું છે કે ગંગાની સફાઈ પછી મામલતદાર કચેરીની સફાઈ અભિયાન શરૂ કરવું જોઇએ.
સ્વચ્છતા અભિયાન ના ધજાગડા.ભરૂચ જિલ્લાના આમોદ મામલતદાર કચેરીમાં સ્વચ્છતા અભિયાન ના ધજાગડા જોવા મળ્યા.
Advertisement