ભરૂચ પોલીસ તત્રંના રાજમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહી છે તેમજ દારૂ અને જુગારના અડ્ડાઓ પાર તાળા વાગી ગયા છે તેવી કહેવાતી વાતો સામે વિજિલન્સ સ્કોડ દ્વારા ગાંધીનગરથી આમોદ ખાતે જુગાર અંગેની રેડ પાડતા ૧૮ જેટલા જુગારીયાઓ ઝડપી પાડ્યા હતા અને કુલ ૨ લાખ કરતા વધુ મત્તા જપ્ત કરવામાં આવી હતી.જેમાં અંગઝડતીના ૬૩૦૦૦ કરતા વધુ રકમનો સમાવેશ થાય છે.ભરૂચ જિલ્લા પોલીસ તત્રં દ્વારા વારંવાર દારૂ અને જુગારની બદી સામે લાલ આંખ કરવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવે છે ત્યારે આમોદના તિલક મેદાનમાં ખુલ્લામાં જુગાર રમાતો.વિજિલન્સ શાખા ગાંધીનગર દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે તેની નજીકના આમોદ અને તેથી ભરૂચ પોલીસ તત્રંને આ બાબતે કેમ જાણ ન થઇ અને ક્યાં સંજોગોમાં વિજિલન્સ શાખાએ રેડ કરવી પડી તે લોક ચર્ચાનો વિષય બનેલ છે.આમોદ પોલીસ સ્રુત્રોના જણાવ્યા અનુસાર સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરના હે.કો.નટવરસિંહએ પોલીસ ફરિયાદ નોંધાવી હતીં.જેમાં મેહબૂબ ફ્રુટવાલા રહેવાસી આમોદ ,પૂનમ રાઠોડ ,ગુલામ મલેક રહેવાસી આછોદ,જયેન્દ્ર વસાવા રહેવાસી આમોદ,શાહિદ રહેવાસી જંબુસર ,મુસ્તાક મલેક રહેવાસી જંબુસર ,વિનોદ પંડ્યા રહેવાસી આસનેરા ,ચીમન રાઠોડ રહેવાસી નાહિયેર કરસન પરમાર રહેવાસી આમોદ,કાલિદાસ વસાવા રહેવાસી કાંકરિયા,અકબર રહેવાસી રોઝા ટંકારીયા,રાજેશ વસાવા રહેવાસી સોનામાં ,રામસંગ રાઠોડ રહેવાસી નાહિયેર,કાલિદાસ રાઠોડ રહેવાસી ભીમપુરા,રાકેશ વસાવા,રાજેશ સોલંકી બંને રહેવાસી આમોદ,વિજય રાઠોડ રહેવાસી વેળચા,મંગળ વસાવા રહેવાસી શ્રીકોઠી આમ ૧૮ આરોપીયો ઝડપાયા હતા.જેમની અંગઝડતી માંથી રૂપિયા ૬૩૩૧૧ તેમજ મોબાઈલ નંગ -૮ મોટરસાયકલ નંગ-૧ અને ટેમ્પો મળી કુલ ૨૦૯૮૧૧ ની મત્તા પોલીસે જપ્ત કરેલ છે.આ બનાવની તપાસ આમોદ પોલીસના PSI કે.એ.ચૌધરી કરી રહ્યા છે.
ભરૂચ પોલીસ તત્રંના કહેવાતા સાફ-સુથરા વહીવટમાં ગાંધીનગરથી વિજિલન્સ ટીમે આમોદમાં જુગાર ધામ ઝડપ્યો …કુલ ૧૮ આરોપી અને ૨ લાખ ઉપરાંતની મત્તા જપ્ત…
Advertisement