Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લાના આમોદ ગામે ટેલિફોન એકસચેન્જ કચેરી પાસે આજે સવારે એક 20-22 વર્ષીય યુવક મૃત હાલતમાં મળી આવતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

Share

આમોદ ગામે ટેલિફોન એક્સચેન્જ કચેરી પાસે આજરોજ સવારે એક 20-22 વર્ષીય યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃતક યુવકના કપાળના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાના નિશાન જોવા મળી રહ્યા હતા. આ અંગેની જાણ આમોદ પોલીસને કરાતા પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક યુવકના મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટ મોર્ટમ અર્થે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો.

આમોદ પોલીસે પ્રાથમિક તાપસ દરમ્યાન એવી આશંકા વ્યક્ત કરી હતી કે કોઈ કારણોસર આ યુવકની હત્યા થઈ હોવી જોઈએ.આમોદ પોલીસે જોકે હાલ તુરંત પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોવાયા બાદ આગળની તાપસ હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ : વાગરામાં અજાણ્યા 3 યુવાનો દ્વારા ચપ્પુ વડે હુમલો કરતા યુવક ઈજાગ્રસ્ત

ProudOfGujarat

રાજપીપલા શહેર માટે રાહતનાં સમાચાર 32 સેમ્પલ રિપોર્ટ નેગેટીવ.

ProudOfGujarat

વડોદરા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કરજણ ખાતે નિરીક્ષકો આવી પહોંચ્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!