નેહરુ યુવા કેન્દ્ર ભરૂચ, શાંતિગ્રામ નિર્માણ મંડળ તણછા, એચ.એસ.સી ફાઉન્ડેશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે ગાંધી-150 જન્મ જયંતી ઉજવણીના ભાગરૂપે બોડકા ગામના ભાથીજી દાદાના મંદિરના પરિસરમાં બદ્રીભાઇ જોષીના પ્રમુખ સ્થાને બોડકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફની ઉપસ્થિતિમાં ગાંધીજીના ગીતોનો કાર્યક્રમ તેમજ સવારે પ્રભાતફેરી વગેરેનો કાર્યક્રમ યોજાયો હતો. ભાથીજી દાદાના મંદિર પરિસરમાં ગામના યુવકો,મહિલાઓ,વડીલો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં તાજેતરમાં પુલવમામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.ત્યારબાદ તુલસીપુરી ગોસ્વામીએ સ્વચ્છતા અને શ્રમદાન તેમજ પર્યાવરણનું મહત્વ સમજાવતું પ્રવચન કર્યું હતું. ગુજરાત વિદ્યાપીઠના ગ્રામ શિલ્પી ઘનશ્યામ રાણાએ ગાંધીજીની કેળવણી વિશે અને શાળાના શિક્ષક રીતેશકુમાર ગામીતે ગ્લોબલ વોર્મિંગ અને તેનાથી સાવચેતી રાખવા અંગે જણાવ્યું હતું.પ્રમુખ સ્થાનેથી બદ્રીભાઈ જોશીએ ગ્રામ-સ્વરાજ અને સજીવ ખેતી તેમજ ગાંધીજીના 11 મહાવ્રતની વાત કરી હતી.કાર્યક્રમનું સંચાલન વનરાજસિંહ રાજે કર્યું હતું.
આમોદ તાલુકાના બોડકા ગામ ખાતે ગાંધી-150 નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા…
Advertisement