આમોદ શબનમ સપૉટસ કલબ દ્ધારા છેલ્લા ૨૭ વર્ષ થી રાષ્ટ્રીય ઇન્વીટેશન વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવી રહ્યુ છે.જેમાં રાજયભરમાંથી વોલીબોલ રસિકો ની ટિમ ભાગ લે છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતના વાલોડ, આંબાપારડી, કોસંબા, સુરત અને વલસાડની ટીમો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ટુર્નામેન્ટને જીવંત બનાવવા જંબુસર ધારાસભ્ય સંજયસિંહ સોલંકી ખાશ ઉપસ્થિત રહી ટુર્નામેન્ટ ની શરૂઆત કરાવી હતી.ગત રાત્રીના આઠ કલાકે શરૂ થયેલ ટુર્નામેંન્ટ મળસ્કા સુધી ચાલી હતી.દિલચસ્પ ફાઇનલમાં વાલોડ ની અમીન ટીમે વલસાડ ની ટીમને મ્હાત આપતા તેના ખેલાડીઓ જોમ જુસ્સા સાથે જુમી ઉઠયા હતા. કડકડતી ઠંડીમાં પણ વોલીબોલ રસિકો તસના મસ થયા ન હતા.આ ટુર્નામેન્ટ ને વર્ષોથી ચલાવી રહેલા મહેબૂબ કાકુજી અને તેમની ટિમ ને જેટલો શ્રેય આપે એટલો ઓછો છે.આ અંગે મહેબૂબ ભાઈ કાકુજી એ જણાવ્યુ હતુ કે માત્ર યુવાનો ની ફિટનેસ માટેજ નહીં પણ દેશના અને રાજ્ય ના સર્વધર્મ ના લોકો વચ્ચે આત્મીયતા કેળવાઈ એ માટે સ્પોર્ટ્સ ને મહત્વ આપ્યુ છે.અને સ્પોર્ટ્સ માં રહેલી ખેલદિલી ને આધારે દેશને સશક્ત બનાવી શકાય છે.એ હેતુ ને ધ્યાને લઇ વર્ષોથી ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ. રાષ્ટ્રીય ઇન્વીટેશન વોલીબોલ ટુર્નામેન્ટમાં ટ્રોફી સ્પોન્સર હમટીવી ભરુચ ના એમડી અસલમ ખેરાણી, નાહીયેર ગુરુકુલ ના ડી.કે. સ્વામી, આંતરરાષ્ટ્રીય કરાટે ચેમ્પિયન ઇમરાન ભટ્ટી,આમોદ નગર ભાજપા પ્રમુખ મહેશભાઇ શાહ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉસ્માનભાઇ મીંડી તથા આમોદ વેપારી અગ્રણી સમદભાઇ બેકરીવાલા,આમોદ નગરપાલિકાના પદાધીકારીઓ,પોલીસ સ્ટાફ સહિતના મહાનુભાવો અને વોલીબોલ રસિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.વિજેતા ટીમને મહેબુબ કાકુજી અને આમોદ ના પત્રકાર ઈરફાન પટેલ ના હસ્તે ટ્રોફી અને ૧૫૦૦૦/- ₹ રોકડ પુરષ્કાર એનાયત કર્યો હતો. જયારે બેસ્ટ શુટીંગ એવોર્ડ પ્રફુલ વલસાડ ને આપવામાં આવ્યો હતો .
આમોદ નગર માં વોલીબોલ શોખીન સંસ્થા શબનમ સ્પોર્ટ કલબ દ્ધારા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ફાઇનલ માં વાલોડ ની વિજેતા ટિમને ટ્રોફી અને પુરષ્કાર આપી સન્માનિત કરવામાં આવી હતી.
Advertisement