Proud of Gujarat
FeaturedGujaratINDIA

અનોર ગામ માં ગણેશજી વિસર્જન માં ગામનાં તળાવમાં એક ઈસમ લાપતા બન્યો

Share

અનોર ગામ માં ગણેશજી વિસર્જન માં ગામનાં તળાવમાં એક ઈસમ લાપતા બન્યો
આમોદ પોલીસ સુત્રો પાસે થી મળતી માહિતી મુજબ આમોદ તાલુકા નાં ગામ્ય વિસ્તાર માં આજરોજ ગણેશજી વિસર્જન હતું તે અંતર્ગત અનોર ગામ નાં વતની દશરથ ભીખા વસાવા ઉ. વર્ષ 52 નાં ઓ ને બપોર ના 2.35 સમયે ગામ માં આવેલ ઉડા તળાવમાં અચાનક આકસ્મિક રીતે પગ લપસી પડતા તળાવ માં લાપતા બન્યાં હતા. જેથી ત્યાં હાજર સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત કરી છતાં પણ તળાવમાંથી મળ્યા ન હતા .
ગણેશ વિસર્જન નાં બીજા રોજે સવાર માં તંત્ર દ્વારા એનડી.આર.એફની ટીમ બોલાવવામાં આવી હતી તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદથી આજરોજ સવારે 8વાગ્યાં ની આસપાસ શોધખોળ તળાવ માં ચાલુ કરી હતી .
શોધ ખોળ સંદર્ભે 11વાગ્યાં ની આસપાસ ડેડ બોડી મળી આવી હતી .
ડેડ બોડી નો આમોદ પોલીસે કબ્જો લય આમોદ રેફરલ હોસ્પિટલમાં પી.એમ અર્થે ખસેડાયા હતા….. અનોર ગામે ગણેશ વિસર્જન ગણેશ જી ના વિસર્જન નાં પ્રસંગે આ બનાવ બનતા ગામજનો માં શોક નું મોજુ ફરી વળ્યું હતું .

Advertisement

Share

Related posts

પોર ખાતે આવેલી દેવનારાયણ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાંથી નકલી બીડી – સિગારેટનો જથ્થો ઝડપાયો..

ProudOfGujarat

હદ્દ કરી બાકી ..! : આણંદ : માથાભારે તડીપાર શખ્સોએ જાહેરમાં કાપી તલવારથી કેક !

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં તા. ૧૯ મી ડિસેમ્બરે ૧૮૯ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા ૧૧ ગ્રામ પંચાયતોમાં ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!