03/08/19
આમોદ પોલીસ અને નગરપાલિકા ના કમઁચારીઓ દવારા રેસ્ક્યુ ઓપરેશન કરી ધસમસતા પાણી માથી ડુબતા યુવાન ને બચાવાયો.
આમોદ પાસે વહેતી ઢાઢર નદીએ ૧૦૧ ફૂટની ભયજનક સપાટી વટાવી દેતા તંત્ર હાલ નદી કાંઠાના ગામોને સ્થળાંતર કરવામાં લાગી ગયું છે અને અસરગ્રસ્ત ગામડાના ૨૫૦ થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આમોદ તાલુકાના કાંકરિયા માનસંગપુરા ગામે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા નાયબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જી ગોહિલ ટ્રેક્ટરમાં બેસી અસરગ્રત ગામ માનસંગપુરા સ્થિતિનો તાગ મેળવ્યો હતો.આમોદ તાલુકાના જુનાવાડિયા જુના દાદાપોર માનસંગપુરા પુરસા વિગેરે ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
માનસંગપુરા ગામે બોટ લઈને સ્થાળાંતર કરવા ગયેલા આમોદ પોલીસ સબ ઇન્સપેક્ટર મિતેષ શકોરિયા તથા તાલુકા વિકાસ અધિકારી રિશી દેશલે તેમજ આમોદ પાલિકાના ટીમે તથા સામાજીક આગેવાન બીજલ ભરવાડે એક ડૂબતા માણસને બચાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. માત્ર પાણીમાં હાથ જ બહાર દેખાતા હતા અને બોટ લઈને પહોંચી ગયા તો હાથ ખેંચીને તેને સીધો બોટમાં બેસાડી આમોદના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફના માણસોએ પ્રસંશનીય કામગીરી કરી હતી. આ ઉપરાંત આમોદ પોલીસ સબ ઇન્સપેક્ટરે તંત્રની રાહ ના જોતા પોતાના ખર્ચે કાંકરિયા ગામને ભાજી અને પુરી જમાડવાની વ્યવસ્થા કરી હતી.જેમાં આમોદ પાસે વહેતી ઢાઢર નદીની જળ સપાટી હજી પણ વધાવની સંભાવના હોય તંત્ર દ્વારા એનડીઆરએફ ( NDRF) ની ૩૨ લોકોની ટીમ આમોદ આવી રેસ્ક્યુ ના કામમાં લાગી ગઈ હતી. અને રાત્રી દરમિયાન પણ સ્થળાંતર કરવાની કામગીરી ચાલુ રહી હતી.
રિપોર્ટર ઇરફાન પટેલ