Proud of Gujarat
FashionFeaturedGujarat

સરભાણ કોલેજમાં ૭૩મા સ્વતંત્ર દિન ની ઉજવણી

Share

15/08/19

શ્રી. એલ.એ.જે.પટેલ અને શ્રી ડી.જે.પટેલ આર્ટ્સ & કોમર્સ કોલેજ સરભાણ ખાતે ૧૫મી ઓગસ્ટ એટલે 73 માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી

Advertisement

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સરભાણ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શ્રી. એલ.એ.જે.પટેલ અને શ્રી. ડી.જે.પટેલ કોલેજ ખાતે 73માં સ્વતંત્ર દિવસ ઉજવણી થઈ હતી જેમાં કોલેજના તમામ અધ્યાપકો,વિદ્યાર્થીઓ અને મંડળના સભ્યો ઉત્સાહ સાથે વહેલી સવારમાં જ કોલેજ ઉપર પધાર્યા હતા અને કોલેજ ઉપર ભેગા થઈ સ્વતંત્ર દિવસની ઉજવણી કરી હતી.
ધ્વજ વંદન નો સમય થતા ધ્વજ વંદન ને ભૂતપૂર્વ મંત્રી ચંદ્રવદનભાઈ પટેલ બાપુજીએ ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીત ગાન શરૂ થયું હતું ત્યારબાદ દેશભક્તિ ગીતો તેમજ વિદ્યાર્થીઓએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું કોલેજના પ્રિન્સિપાલ બળવંતસિંહ ઠાકોરે પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરી દેશની આઝાદી વિશે ટૂંકમાં વકતવ્ય આપ્યું હતું પ્રસાદ રૂપે બુંદી વિતરણ કરાઈ હતી

ગઈકાલે પણ સવારના 8 વાગ્યાના સમયે કૉલેજના સપ્તધારા ના ગીત સંગીત ધારા અને કલાકોશલ્ય ધારા અંતર્ગત દેશભક્તિ ગીત, રંગપુરણી, અને મેંહદી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા વિદ્યાર્થીઓ એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો જેમાં પ્રથમ 3 નંબર આવનાર વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યું હતુ

રિપોર્ટર ઇરફાન પટેલ


Share

Related posts

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા વધુ 10 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કુલ 171 લોકો કોરોનાથી સંક્રમિત થયા જ્યારે બે લોકોના મોત થતા જિલ્લામાં કુલ 8 લોકોના મોત થયા હોવાની વિગતો બહાર આવી છે.

ProudOfGujarat

ભરૂચ પથક માં દીપાવલી પર્વની રાત્રીએ ચાર આગના બનાવો નોંધાયા અન્ય નાની મોટી આગના બનાવો પણ બન્યા જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ : નબીપુર ગામે નવીનગરીમાં ગૌ-વંશોનું કતલ કરતા ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!