




જાણવા મળ્યા મુજબ ભરુચ જિલ્લા ના આમોદ કોંગ્રેસ ના ૧૩ જેટલા નગર પાલિકા ના સભ્યો એ તેઓની નારાજગી ને લઇ પાલિકા પ્રમુખ ને રાજીનામાં આપ્યા હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે….
ઉલ્લેખનીય છે કે નવનિયુકત શહેર પ઼મુખ મુકેશવસાવા અને અપક્ષ ચુંટાયેલ સદસ્ય અશ્રર પટેલ નુ પણ રાજીનામું પડતા ખળભળાટ મચ્યો છે…એક લોકચચાઁ મુજબ તાલુક સમિતિ ના પ઼મુખ ની નિમણૂક ને લઇ આમોદ કોંગ્રેસ સમિતિ માં નારાજગી જોવા મળી હતી..જેના કારણે રાજીનામાં આપવામાં આવ્યા હોય તેમ હાલ પ્રાથમિક વિગતો મળી રહી છે…..
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા એ હજુ તો માંડ જિલ્લા કોંગ્રેસ ની કમાન્ડ સંભાળ્યા ને થોડા જ દિવસો થયા છે..ત્યાં તો કોંગ્રેસ માં ચોમાસાની મૌસમ ના ઠંડક ભર્યા માહોલ માં ગરમાટો સપાટી ઉપર આવતા કોંગ્રેસ માં અંદરો અંદર નો વિખવાદ ટોક ઓફ ધી ટાઉન બનવા પામ્યો છે..અને હજુ તો લોકસભા ચૂંટણીઓ આગામી સમય માં આવનાર છે અને નવા જિલ્લા પ્રમુખ ના નેતૃત્વ ની અગ્નિ પરીક્ષા છે તે પહેલા કોંગ્રેસ માં આ પ્રકાર ની ઘટનાઓ કદાચ આગેવાનો ને મંથન કરવા મજબૂર કરતી હોય તેમ લાગી રહ્યું છે. …