04/08/19
ચોમાસા પહેલા બનેલો રસ્તો પહેલા જ વરસાદી પાણીમાં ઉબડ ખાબદ ,રસ્તા ઉપર ખાડો કે ખાડા ઉપર રસ્તો એ સમજાતું નથી.
ભરુચ જિલ્લાના આમોદ ખાતે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમો ઉડી રહી છે ચોમાસા પહેલા બનાવેલો આમોદ કબ્રસ્તાન પાસેથી લઈ હોટલ સમા સુધીનો રસ્તો એટલે કે રસ્તાની કામગીરી પુર્ણ થયાને હજુ લાંબો સમયગાળો પણ નથી થયો ત્યારે પહેલા જ વરસાદી પાણી માં અનેક જગ્યાએ આશરે એક થી બે ફૂટ ઊંડા ખાડાઓ પડેલા નજરે પડે છે જેથી કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચાર આચર્યાની બુમો લોકમુખે ઉઠવા પામી છે કોન્ટ્રાક્ટર દ્વારા આ ભ્રષ્ટાચાર ની પોલ સરકાર સમક્ષ ખુલ્લી ન પડી જાય તે માટે ખાડા પુરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી આ રસ્તો જોતા લાગી રહ્યું છે કે આ ખાડાઓ નહીં પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા ઉપર ડિઝાઇનો પાડવામાં આવી છે ખાડામાં રસ્તો છે કે રસ્તામાં ખાડો એ નક્કી કરવું પણ સમજાતુ નથી
રિપોર્ટર ઇરફાન પટેલ.