ઇરફાન પટેલ આમોદ
28/07/19
મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આમોદ અને સમની વચ્ચે આશરે સવારના 11 વાગ્યાના સમયે ગોજારો અકસ્માત સર્જાયો હતો.વડોદરા થી નીકડેલ ટ્રક ભરૂચ તરફ જઈ રહી હતી આમોદ પાસે આવેલ નાહીયેર ગામના પાસે ટ્રક ડ્રાઈવર ને ટ્રકમાં ખામી સર્જાતા તેણે ટ્રકને આમોદ અને સમની વચ્ચે રોડની સાઇડ માં ઉભી કરી દીધી હતી.ભરૂચ ડેપોની એસ.ટી.બસ વડોદરા થી પાદરા,જંબુસર વાયા થઈ ભરૂચ જઈ રહી હતી તે સમયે બસની બ્રેક ફેઈલ થઈ જતા ઉભેલી ટ્રકમાં બસ ધડાકાભેર અથડાઈ હતી બસમાં 48 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા જેમાંથી 20 લોકોને ઇજા પહોંચી હતી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઇજા ગ્રસ્તો ને એમ્બ્યુલન્સ દ્વારા તેમજ પાછળ આવતી બીજી બસમાં બેસાડી આમોદ ખાતે રેફર કરી વધુ સારવાર માટે ભરૂચ સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Advertisement