દિનેશભાઈ અડવાણી
આમોદ તાલુકાના આછોદ ગામેથી પસાર થઈ રહેલો દહેજનો માર્ગ જેના ઉપરથી રોજના આશરે એક હજાર નાના મોટા વાહનો પસાર થઈ રહ્યા છે એ માર્ગ ઉપર આછોદ ગામે ચાર રસ્તા ઉપર એટલે કે હોટલ ભાઈજાન ટી સેન્ટર પાસેથી વિજળી ની મેઇન લાઇન પસાર થાય છે જે ભાઇજાન ની આશરે 20 થી 25 ફુટ આગરથી રોડ ને ક્રોસ કરી સામે ની બાજુ નિકડે છે. આ રોડ ઉપરથી ક્રોસ થતી લાઈન ગઈકાલના સંઘ્યા પછીના સમયથી નમી પડેલી નજરે જણાય છે કેટલાય ઊંચા અને ભારદારી વાહનો વાયરોની નીચેથી પસાર થાય ત્યારે જાણે આ વાયરો વાહનો સાથે હમણાં જ મુલાકાત કરી લઈ કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ બનશે તેમ લાગી રહ્યું છે. આમોદ GEB વિભાગને વારંવાર કોલ કરવા છતાં તેઓ ફૉન ઉઠાવી જવાબ આપવા તૈયાર નથી. તો શું GEB ના કર્મચારીઓ પોતાની ઓફીસ માં સરકારને દેખાવો કરવા માટે ફૉન રાખી રહ્યા છે જો આ વિજના પસાર થતા વાયરો કોઈ વાહન સાથે અથડાઈ કે પછી નમી ગયેલા વાયરો તૂટીને નીચે પડી જાય અને કોઈ જાનહાની નુકશાન થાય તો જવાબદારી કોની રહેશે ? આ રસ્તા ઉપર થી આગળ આવેલી નવી વસાહત માં લોકો પગપાળા પસાર થાય છે તો શું GEB વિભાગ ને આ વાત ધ્યાન પર આવતી નથી.GEB વિભાગ ક્યારે આ વાતને ધ્યાન કેન્દ્રિત કરી આ નમી ગયેલા વાયરો ની કામગીરી શરૂ કરશે તે એક ચર્ચા ની વિષય બન્યો છે.