Proud of Gujarat
FeaturedGujarat

આમોદ તાલુકાના રોઝા ટંકારીયા ગામે 27 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રોઝા ટંકારીયા ગામમાં આવેલ ઝાડ ઉપર નાયલોનનું દોરડું બાંધી યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. આપઘાત કરનાર ગામનો જ રહેવાસી ૨૭ વર્ષીય યુવાન મોહસીન હસન મુહમ્મદ પટેલ હોવાનું જાણવા મળ્યું છે. યુવકે ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે હજુ અકબંધ છે. ગામના રહેવાસી રસ્તા ઉપરથી પસાર થઇ રહયા હતા તે દરમ્યાન મોહસીન પટેલ ઝાડ ઉપર લટકતા જોતા બુમાબુમ કરી હતી અને ગ્રામજનો ભેગા થઇ ગયા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા આમોદ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ મૃતકને પોસમોટર્મ માટે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો.યુવાને કયા કારણોસર આપઘાત કર્યો તે જાણવા આમોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

ભરૂચ સંચાલિત હાજી એહમદ મુન્શી આઇ.ટી.આઇ. સ્પોર્ટસ વિકનું સમાપન થતાં ઈનામ વિતરણ કરાયું.

ProudOfGujarat

માંગરોળ ગામનાં ખાનદાન ફળિયામાં પોલીસે રેડ કરી રૂ.9,87,210 નાં મુદ્દામાલ સાથે 10 જુગારીઓને ઝડપી ઝડપી લીધા.

ProudOfGujarat

સુરત શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ વિવિધ માંગણીઓને લઈને કલેકટર કચેરી ખાતે ધરણાંનો કાર્યક્રમ કરી વિરોધ કરતાં પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટક કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!