દિનેશભાઇ અડવાણી
આમોદ તાલુકાના આછોદ ગામે દરેક ફરિયામાં સોલાર બેટરી લગાવેલી છે જેથી રાત્રીના સમયે લોકોને ઉજાસ મળી રહે પરંતુ સમાજના કેટલા કિતાળુ છે જે આવા વિકાસના કામોમાં અડચર થઈ આવી ચોરીઓ કરે છે.
બે દિવસ પહેલા આછોદ ગામ માંથી એક ટેકડા ઉપરથી અને એક પઠાણવાડી માંથી આમ બે બેટરી ચોરીની ઘટના બની અને આની અગાઉ પણ આ ઘટના બનેલી છે.
આ ઘટના ની જાણ થતાં આછોદ ગામના સરપંચ રમેશ ભાઈ અને ગામના નાગરિક યાસીન ભાઈ આમોદ પોલીસ મથકે જઈ ફરિયાદ દાખલ કરવા માટે આછોદ ગામ પંચાયત ના લેટર પેડ ઉપર લેખિત માં આપ્યું હતું.પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી તેમ જણાવ્યું હતું.આછોદ ગામમાં કેટલી વખત ચોરીની ઘટના બને છે ક્યારેક ટાવરના જનરેટર ની બેટરી ચોરાય જતી હોય તો ક્યારે ક સોલાર લાઈટ ની બેટરી ચોરાય જાય છે પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા કોઈ કેસ ઉકેલાયો નથી.એકતા અને શાંતિના પ્રતિક ગણાતા આ ગામમાં આવી ઘટનાઓ ક્યારે રોકાશે તે જોવાનું રહયુ અને પોલીસ સમાજના આવા અસામાજિક તત્વો ને ક્યારે પકડશે એ પણ જોવાનું રહેશે.