દિનેશભાઇ અડવાણી
આમોદ તાલુકાના આછોદ ગામ પાસે મોતના પુલ તરીકે ઓળખવામાં આવતાં પુલની કામગીરી હજુ થોડાક જ સમયથી ચાલુ થઈ છે.જર્જરિત પુલ પરથી મોટા અને ભારદારી વાહનોની અવરજવર બંધ કરવા પુલની બંને બાજુ પતરાના બેરલો ગોઠવવામાં આવ્યા છે.ત્યાં ડાઈવરજન આપેલું છે તેમ છતાં મોટા વાહનો અને નાના વાહનો પુલ ઉપરથી પસાર થાય છે.પુલ પાસે વાહનોની એક સાઈડ બંધ કરવા માટે ત્યાં પતરાના બેરલો મુકવામાં આવ્યા છે તેના પર રેડિયમ ની કોઈ પણ નિશાની ના હોવાને કારણે અને બ્રિજ નીચેથી જે ભારદારી વાહનો પસાર થાય છે તેને કારણે વધુ પ્રમાણમાં ધુર ઉડે છે જેને લઈ નાના વાહન ચાલકોને કઈ દેખાતું નથી.જેને લીધે ગઈકાલે આશરે સાત વાગ્યાના સમયે એક બાઇક સવાર રામદેવ કાલિદાસ માછી જંબુસરનો રહેવાસી ધડાકાભેર પતરાના બેરલ સાથે અથડાયો હતો તે સમયે આછોદ ગામના યુવાનો અને આગેવાનો તરત જ જગ્યા ઉપર જઇ 108 ને ફોન કરી સારવાર માટે આમોદ સામુહિક અરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો.જે વધુ ઇજાગ્રસ્ત જાહેર થતા તેને વડોદરા રેફર કરવામાં આવ્યો હતો અને જ્યારે અમોએ ટેલિફોન થી તેમના પરિવાર સાથે વાત કરી તો તેઓ એ જણાવ્યું હતુ કે પેશન્ટની સ્થિતિ ખરાબ છે.તંત્ર દ્વારા જે ડાયવરજન બનાવવામાં આવ્યું છે તે ડાયવરજન ઉપર પાણીનો છંટકાવ પણ કરેલ નથી જેના કારણે ખુબજ મોટા પ્રમાણમાં ધુડ ઉડે છે જેના કારણે નાના-મોટા વાહન વ્યવહારને ખુબજ મુશ્કેલી પડે છે.તંત્ર હવે આવા અકસ્માત થતા અટકાવવા રેડિયમ થી બનાવેલા લોગો તેમજ નિશાનીઓ લગાવશે કે પછી નાના વાહન ચાલકો વાંરવાર અકસ્માત નો ભોગ બનશે અને કોઈ જાનહાનિ નુકસાન થાય તેની વાટ જોઈને બેસી રહેશે તેવી લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે.