Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

આમોદ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં વર્ષ 2016 થી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા આઇસી પોલીસ અધિક્ષક એમ.પી.ભોજાણીસા ના માર્ગદર્શન મુજબ ભરૂચ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગેની ડ્રાઇવ ચાલી રહી છે.જે મુજબ પો.સ.ઈ વાય.જી.ગઢવી અને તેમની ટીમના પોલીસ માણસો આમોદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી આધારે આમોદ પોલીસ સ્ટેશન I ૪૮/૨૦૧૬ IPC ૩૬૩,૩૬૬ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી ઈરફાનખા ઇસ્માઇલખા પઠાણ રહે કડકા કોલોની ઇખર તાલુકો.આમોદ જીલ્લો.ભરૂચ ને ઇખર ખાતેથી ઝડપી પાડી સી.આર.પી.સી કલમ ૪૧(૧)આઇ મુજબ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે આરોપીને આમોદ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.ઉપરોક્ત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો કુતબુદ્દીન અમીરૂદ્દીન,અ.હે.કો હરેશ રામકૃષ્ણ ,એલ.આર.પી.સી અનિલભાઈ દીતાભાઈદ્વારા ટીમવર્કથી કરવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

માંગરોળમાં જૈન સંઘ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના 2621 માં વર્ષના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ

ProudOfGujarat

ભરૂચ રેલવે સ્ટેશન પર ટ્રેન અડફેટે અજાણ્યા અાધેડનું કરૂણ મોત…

ProudOfGujarat

વડોદરા : મોટર સાયકલ પર દારૂ લઈને જતા યુવકનું બેલેન્સ બગડતાં ઢોર સાથે અથડાતા ભાંડો ફૂટ્યો… જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!