યુએસ સેનેટ (સંસદ) એ મંગળવારે સમલૈંગિક લગ્નોને માન્યતા આપવા માટે દ્વિપક્ષીય બિલ પાસ કરી દીધું. આ પગલું આ મુદ્દે રાષ્ટ્રીય રાજકારણમાં પરિવર્તનનો સંકેત આપે છે. આ પછી સુપ્રીમ કોર્ટના 2015 ના ચુકાદા બાદ લગ્ન કરનારા હજારો સમલૈંગિક યુગલોને રાહત મળી છે. આ નિર્ણય હેઠળ સમગ્ર દેશમાં સમલૈંગિક લગ્નોને કાયદાકીય માન્યતા આપવામાં આવી હતી. મંગળવારે બિલને 36 વિરૂદ્ધ 61 વોટથી પસાર કરવામાં આવ્યું હતું. રિપબ્લિકન પાર્ટીના 12 સભ્યોએ પણ તેને સમર્થન આપ્યું હતું.
બિલ પાસ થતાં જ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે પ્રેમ તો પ્રેમ હોય છે અને અમેરિકનોને તેઓ જેને પ્રેમ કરે છે તેની સાથે લગ્ન કરવાનો અધિકાર હોવો જોઈએ. બાઇડને કહ્યું કે આજે સમલૈંગિક લગ્નનું સન્માન કરીને અમેરિકન સેનેટે સાબિત કર્યું છે કે અમેરિકા એક મૂળભૂત સત્યની પુષ્ટિ કરવાની કગાર પર છે.
બાઇડને બંને પક્ષોના સભ્યો દ્વારા બિલના સમર્થન કરવાની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે જો તે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ પસાર થઈ હાય છે તો તેઓ ‘ઝડપથી અને ગર્વથી’ બિલ પર હસ્તાક્ષર કરશે. બાઇડને કહ્યું કે આનાથી એ સુનિશ્ચિત થશે કે LGBTQ સમુદાયના લોકો ‘એ જાણીને મોટા થશે કે તેઓ પણ સંપૂર્ણ રીતે સુખી જીવન જીવી શકે છે અને પોતાનો પરિવારો વસાવી શકે છે. સેનેટમાં બહુમતી નેતા ચક શુમરે જણાવ્યું હતું કે બિલ “લાંબા સમયથી લંબિત” હતું અને “વધુ સમાનતા તરફ અમેરિકાના મુશ્કેલ પરંતુ સ્થિર માર્ગ” નો એક ભાગ છે.