સૌજન્ય-DB ફ્લોરિડાઃ અમેરિકાના ફ્લોરિડા શહેરમાં ગોળીબારમાં 4 લોકોના મોત થયા છે જ્યારે 11 લોકો ઘાયલ થયા છે. મિયામી હેરાલ્ડ ન્યુઝ પેપરના જણાવ્યાં પ્રમાણે આ ઘટના જૈક્સનવિલામાં બની હતી. પોલીસના જણાવ્યાં પ્રમાણે આ ગોળીબારમાં એક શંકાસ્પદ વ્યક્તિનું મોત થયું છે. ગોળીબાર એક વીડિયો ગેમ ટૂર્નામેંટમાં થયો જેમા 4 લોકોના મોત થયા છે અને 11 લોકો ઘાયલ થયા છે.
જૈક્સનવિલે શેરિફ કાર્યાલયે ટ્વીટ કરીને આ ઘટનાની જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે ગોળીબારમાં ઘટનાસ્થળે કેટલાક લોકોના મૃત્યું થયા છે. બીજા લોકોને ઘટનાસ્થળેથી દુર લઈ જવામાં આવ્યા છે. તેમણે લોકોને ઘટનાસ્થળેથી દુર રહેવાની સલાહ આપી છે.
Advertisement