Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે અમદાવાદ જિલ્લાકક્ષાનું મહિલા સંમેલન યોજાયુ

Share

(વંદના વાસુકિયા)

– ઉત્કૃષ્ટ કામગીરી માટે કુલ 52 આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા

Advertisement

– નરોત્તમ લાલભાઈ ફાઉંડેશન દ્વારા કુલ 10 વિધવા બેહેનોને વિધવા સહાય કીટ વિતરણ કરવામાં આવ્યું

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન ગુજરાત સરકારના મહેસૂલ મંત્રી કૌશીકભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યુ હતુ. જેમાં ડેપ્યુટી મેયર પ્રમોદાબેન, જિલ્લા કલેક્ટર અવંતિકા સિંધ, જિલ્લા વિકાસ અધિકારી ડો.સૌરભ પારઘી, અધિક ડેપ્યુટી કલેકટર મેહુલ દવે, અધિક નિયામક ડો. નિલમ પટેલ, મહિલા અને બાળ વિકાસ સમિતીના ચેરમેન નંદીનીબેન પંડ્યા, આરોગ્ય અધિકારી મ્યુનિસિપલ કોર્પોરેશન ડૉ. ભાવિન સોલંકી, જિલ્લા પ્રોગ્રામ અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ તથા અમદાવાદ જિલ્લામાંથી  1200 જેટલી મહિલાઓ અને આઈ.સી.ડી.એસ. તથા આરોગ્યનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

8 મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત સરાહનિય કામગીરી કરવા બદલ દેશમાંથી માત્ર 10 જિલ્લા પસંદ કરવામાં આવેલ તે 10 જિલ્લા પૈકી અમદાવાદ જિલ્લાને પણ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રધાનમંત્રીના વરદ હસ્તે જિલ્લા કલેક્ટર અમદાવાદ અવંતિકા સિંધને રાજસ્થાનના ઝુંનઝનુ ખાતે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે કલેક્ટરએ આ કામગીરી ટીમ વર્કથી થયેલ હોઈ આ ટીમમાં કામ કરેલ અધિકારીઓ ડૉ. સૌરભ પારઘી જિલ્લા વિકાસ અધિકારીશ્રી અમદાવાદ, અધિક નિયામક નિલમ જે. પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ, મ્યુ.હેલ્થ ઓફીસર ડૉ. ભાવિન સોલંકી અને જિલ્લા પ્રોગ્રામ ઓફીસરશ્રી નરેન્દ્રસિંહ રાઠોડને મંત્રીના વરદ હસ્તે બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત કરેલ કામગીરી બદલ પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહિલા સંમેલનમાં 1200 જેટલી મહિલાઓને બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત એક કલાકનું નાટક બતાવી અને લોકોમાં બેટી બચાવો બેટી પઢાવોનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

અમદાવાદ જિલ્લામાં આઈ.સી.ડી.એસ. વિભાગ હેઠળ આંગણવાડીમાં વર્ષ દરમ્યાન કરેલ ઉતકૃષ્ટ કામગીરી માટે કુલ 52 આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. માતા યશોદા એવોર્ડમાં જિલ્લા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાએ આંગણવાડી કાર્યકરને રૂ.31000/- અને આંગણવાડી તેડાગરને રૂ 21000-  જ્યારે ધટક કક્ષાએ આંગણવાડી કાર્યકરને રૂ.21000/- અને આંગણવાડી તેડાગરને રૂ 11000- નું પૂરસ્કાર આપવામાં આવ્યા હતા.સ્દ્સ્દ્નદ્રસિંહ રાઠ્ૌરભ પારઘી  181 અભ્યમ હેઠળ કરેલ ઉતકૃષ્ટ કામગીરી બદલ 3 બહેનોને તેમજ આરોગ્ય ક્ષેત્રમાં કરેલ સુંદર કામગીરી માટે 15 બહેનો કે જેમાં એમ.બી.બી.એસ. મહિલા ડૉકટર, આયુષ મહિલા ડૉકટર, આર.બી.એસ.કે. મહિલા ડૉકટર, ફિમેલ હેલ્થ વર્કર અને સ્ટાફ નર્સને શિલ્ડ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. નરોત્તમ લાલભાઈ ફાઉંડેશન દ્વારા કુલ 10 વિધવા બેહેનોને વિધવા સહાય કીટ વિતરણ કરવામાં આવ્યું હતુ.

રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીના બાળકોને પ્રીસ્કુલ કીટ એનાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આશા ડાયરીનું પણ વિમોચન કરવામાં આવ્યુ હતુ અને મોબાઈલ આઈ એમ ટેકો અંતર્ગત આરોગ્યના કર્મચારીઓને મોબાઈલ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને અમલીકરણ માટે આઇસીડીએસના જિલ્લા પ્રોગ્રામ ઓફીસર નરેન્દ્રસિંહ રાઠોડ, તેમની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.


Share

Related posts

ગુજરાતમાં યોજાશે કે નહીં ભગવાન જગન્નાથની રથયાત્રા ? રથયાત્રાને લઈ પ્રદિપસિંહ જાડેજાનું મહત્વનું નિવેદન.

ProudOfGujarat

વલસાડમાં પૂરના પાણી ઓસરતા સફાઈ કામગીરી હાથ ધરાઈ.

ProudOfGujarat

બામસેફ રાષ્ટ્રિય અધિવેશન વડોદરા ખાતે યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!