અમદાવાદ ગ્રામ્ય એસઓજી ના પીએસઆઇ કોલાદરા,રાયકા,પોલીસ કોન્ટેબલ દિલાવરસિંહ,જીતુસિંહ,હિતેશસિંહ, અને અનીલભાઇ એસઓજી પોલીસ ની નાઇટ પેટ્રોલીંગ દરમિયાન બાતમી ના આઘારે અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના સદાતપુરા ગામની સીમ બ્રાહ્મણી ઇંટો ના ભઠ્ઠા ની પાછળ નજીક આવેલા ખેતર માં ખૂણામાં આવેલા ઝાડીમાં તપાસના કરતાં પેટીઓ મળી આવી હતી તપાસ કરતા જે પૈકી એક બોક્ષમા 48 નંગ 180 મીલી ની બોટલો 302 બોક્ષની કુલ બોટલો 14496 નંગ બોટલો જે એક બોટલ ની કિંમત રૂ.100 લેખ એમ કુલ 14,49,600 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.પોલીસને ખાનગી રાહે હકીકત મળતાં કે આ વિદેશી દારૂ નો જથ્થો (1)ગિરીશસિંહ પ્રહલાદસિંહ સોલંકી (2)નરેન્દ્રસિંહ ઉર્ફે યશપાલસિંહ બહાદૂરસિંહ સોલંકી (3)ચન્દ્રસિહં ઉર્ફે ટીનો રણજીતસિંહ સોલંકી ના ઓનો મુદ્દામાલ જેતે જગ્યાએ ઉતારેલી હોવાની પોલીસને બાતમી મળી હતી.જેને લઇને ઉપયુક્ત 3 આરોપીઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડાવ ચક્રો ગતિમાન કર્યા છે.
:-પીયૂષ ગજ્જર વિરમગામ






