Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી મહિલાએ 11 મા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો

Share

અમદાવાદમાં વધુ એક મહિલાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી યુવતીએ બિલ્ડિંગના 11 મા માળેથી નીચે કૂદીને આત્મહત્યા કરી છે. જ્યારે યુવતીએ પહેલા પોતાના ગાળા પર બ્લેડ વડે ઇજા પહોંચાડીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ પોલીસનું માનવું છે. આ સમગ્ર બનાવમાં કોઈ સુસાઇડ નોટ પોલીસના હાથે લાગી નથી. પરંતુ શંકાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના પ્રહલાદનગરમાં કોર્પોરેટ રોડ પર સ્થિત એક હાઈરાઈઝ બિલ્ડિંગના 11 મા માળેથી એક યુવતીએ કૂદકો મારીને જીવન ટુંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ આનંદનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતક યુવતીનું નામ રૂપાલી શ્રીવાસ્તવ છે અને તે તેની બહેન સાથે કામ કરતી હતી. રૂપાલી આજે નોકરી પર હાજર થઈ અને થોડીવારમાં જ ચાલી ગઈ હતી. પોલીસે આ ઘટનાને લઈને જણાવ્યું હતું કે, યુવતીએ અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોઈ શકે છે. તેની પાસેથી કોઈ સુસાઈડ નોટ કે ચીઠ્ઠી મળી નથી.

Advertisement

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે આ યુવતીએ પહેલાં પોતાના ગળા પર બ્લેડ મારવાનો પ્રયાસ કર્યો હતો પણ બ્લેડ મારી ના શકી એટલે તેણે બિલ્ડીંગના 11 મા માળેથી કૂદકો માર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે અન્ય લોકોના નિવેદન અને તપાસ કર્યા બાદ જ સ્પષ્ટ થશે કે રૂપાલીએ કયા કારણસર આત્મહત્યા કરી છે. હાલ રૂપાલીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યારે તેના મોબાઈલ અને અન્ય વસ્તુની તપાસ પણ કરવામાં આવશે.


Share

Related posts

સુરતનાં પાલ અટલ આશ્રમમાં હનુમાન જયંતિ નિમિત્તે 4500 કિલો સવા મણી લાડુનો ભોગ ધરાવાશે

ProudOfGujarat

રાજપીપલાની જનરલ હોસ્પિટલ ખાતે હિમો ડાયાલીસીસ વિભાગનું કરાયું ઇ-લોકાર્પણ.

ProudOfGujarat

ઝઘડિયાના રાજપારડી પોલીસના પેટ્રોલિંગ દરમિયાન બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!