Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં કારચાલકે અચાનક ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલતાં બાઈક અથડાતાં મહિલાનું મોત

Share

અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા દયાશંકર ઉપાધ્યાય તેમની પત્ની અને પૌત્રીને લઈને ઓઢવ રીંગરોડ પર મેગ્મા હોટેલમાં સગાઈના પ્રસંગમાં જતાં હતાં. આ દરમિયાન નિકોલ રોડ પર એક કાર તેમની બાઈકની આગળ પસાર થતી હતી. ત્યારે અચાનક આ કારના ચાલકે કારને ધીમી પાડીને ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલી નાંખ્યો હતો. જેથી બાઈક તે દરવાજાને અથડાઈ હતી. બાઈક અથડાતા બાઈક ચાલકની પત્ની નીચે પડી જતાં તેમની આંખો અને કપાળના ભાગમાં ઈજા પહોંચી હતી અને માથાના ભાગેથી લોહી નીકળતું હતું. આ સમયે તેમને 108 બોલાવી હતી પણ 108 ના ડોક્ટરે બાઈક ચાલક દયાશંકરની પત્નીને મૃત જાહેર કર્યાં હતાં.

અહીંથી દયાશંકરે સિવિલ હોસ્પિટલમાં તેમની પત્નીને લઈ જવાનું કહેતાં ત્યાં પણ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતાં. જેથી દયાશંકરે સિવિલ હોસ્પિટલથી જ કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જોખમભર્યું ડ્રાઈવિંગ કરનાર કાર ચાલક સામે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

મહિલા સશક્તિકરણ અને અંગદાનની જન જાગૃતિ માટે વુમન્સ કાર રેલીનું આયોજન કરાયું.

ProudOfGujarat

અમદાવાદમાં માણેકચોકના વેપારીનો કર્મચારી 25 કિલો સોનું લઈ ફરાર

ProudOfGujarat

અંકલેશ્વર ની હર્ષ પાર્ક સોસાયટી માં તસ્કરો નો રૂ! 20,000/-નો હાથફેરો કરતા તસ્કરો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!