રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જે 22 એપ્રિલે પુરી થવાની છે. યુથ કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે કે, ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવે તથા હેલ્પ સેન્ટર ઝોન પ્રમાણે શરૂ કરવામાં આવે, જેથી વાલીઓને સાચી માહિતી મળી રહે.
યુથ કોંગ્રેસ દ્વારા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી છે કે, RTE ની પ્રવેશ પ્રક્રિયા મોડી શરૂ થઈ છે. આ વર્ષે સોશિયલ મીડિયના માધ્યમથી RTE ને લઈને ખોટી માહિતી પણ ફેલાતા વાલીઓ ચિંતામાં મુકાયા છે. પ્રવેશ પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજો કઢાવવા સમય લાગે છે, જેથી RTE ના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવે.
Advertisement