ગુજરાતમાં અકસ્માતોના બનાવોમાં નોધપાત્ર વધારો થઇ રહ્યો છે જે ચિંતાજનક બાબત છે ,લોકો બેફિકરાઇ ભર્યા રીતે ગાડી હંકારીને ટ્રાફિકના નિયમોને તોડી રહ્યા છે. ટ્રાફિક નિયમોને તોડતા અકસમાતની ઘટના બની રહી છે. અંબાજી નજીક અકસ્માત સર્જાતા 3 લોકોનાં મોત થયાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે. ગુજરાતમાં હિટ એન્ડ રનના બનાવો સતત વધી રહ્યાં છે. તેમાં પણ અંધારામાં હાઈવે પર પગપાળા જવું જોખમી બન્યું છે. આવામાં હાલ ભાદરવી પૂનમને લઈને અનેક યાત્રીઓ પગપાળા અંબાજી તરફ જઈ રહ્યાં છે. આવામાં પદયાત્રીઓના જીવ પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે.
અબાજી નજીક વાહન અડફેટે 3 પદયાત્રીના મોત નિપજ્યા છે. રાણપુર વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે પગપાળા જતા યાત્રીઓને ટક્કર મારી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. વાહને રાતના અંધારામાં 5 લોકોને ટક્કર મારી હતી. જેમાં 3 ના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. તો 2 યાત્રી ઘાયલ થયા છે. જોકે, મૃતકોમાં 2 કિશોર અને 1 કિશોરીનો સમાવેશ થાય છે.
તેમના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. કારણ કે, ત્રણેય મૃતકો કિશોરવસ્થાના છે, જેઓ પરિવાર સાથે અંબાજીમાં દર્શન કરવા જઈ રહ્યા હતા. મોડી રાત્રે 3 વાગ્યાની ઘટનામાં યાત્રીઓના માથા પર મોત આવ્યું હતું. અંબાજી દર્શન જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને 5 લોકોને ટક્કર મારી હતી જેમાંથી 3 લોકોના મોત નિપજ્યાં છે. આ અકસ્માતની ઘટના રાણપુર પાસે બની હતી એક અજાણ્યા વાહને પદયાત્રીઓને ટક્કર મારી હતી,જેમાં બે યુવક અને એખ યુવતીનું નોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાસકાંઠા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.