અંબાજી ખાતે પ્રતિવર્ષ પૂનમનો મેળો યોજાય છે, જે મેળો આ વર્ષે કોરોના મહામારી ના કારણે સરકારે રદ કર્યો છે, તેમજ આગામી સમયમાં જૂનાગઢમાં થતી લીલી પરિક્રમા ની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે કે કેમ? તેવા પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.? આ વર્ષે covid -19 ના કારણે સૌરાષ્ટ્રમાં યોજાતા જન્માષ્ટમીના લોકમેળા પણ સરકારે નામંજૂર કર્યા હતા સરકાર દ્વારા જન્માષ્ટમીના મેળા પર પ્રતિબંધ મુકાયો હતો ત્યારબાદ હાલ નવરાત્રિના તમામ આયોજનો સરકારે બંધ રાખ્યા છે અને આગામી સમયમાં દિવાળીના પર્વો પછી યોજાતી પ્રતિવર્ષ દેવ ઉઠી એકાદશીના દિવસે સૌરાષ્ટ્ર અને ગુજરાત માંથી લોકો જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમા કરતા હોય છે આ લીલી પરિક્રમા માં અંદાજિત દસ લાખ લોકો જોડાતા હોય છે તેમજ આ સમયે જુનાગઢ ભવનાથ તળેટીમાં પણ લોક મેળો યોજાતો હોય છે દર વર્ષે લોકો શ્રદ્ધાપૂર્વક દિવાળી પછીના તહેવારો મનાવવા જુનાગઢ જતા હોય છે ગિરનારની ફરતે કરવામાં આવતી લીલી પરિક્રમા ત્રણ દિવસની હોય છે જેમાં જંગલમાં રહી શ્રદ્ધાળુઓ ગિરનારની ફરતે લીલી પરિક્રમા કરી ધન્યતાની અનુભૂતિ પ્રાપ્ત કરે છે પરંતુ આ વર્ષે કોરોના મહામારી ના કારણે સરકાર દ્વારા ગિરનારની લીલી પરિક્રમા કરવાની મંજૂરી આપવામાં આવશે કે ? કેમ? તેવા અનેક પ્રશ્નો બુદ્ધિજીવીઓમાં સર્જાયા છે?
અહીં નોંધનિય છેકે આ વર્ષે સરકાર દ્વારા સૌરાષ્ટ્રના જન્માષ્ટમીના લોક મેળાઓ બંધ રહ્યા છે તો આ વર્ષે નવરાત્રિ પર્વ પણ સરકાર દ્વારા બંધ રાખવામાં આવ્યું છે અને આગામી સમયમાં જૂનાગઢમાં યોજાતી ગિરનારની લીલી પરિક્રમા પણ બંધ રહે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે આ તમામ તહેવારોમાં સરકારના પ્રતિબંધનું મુખ્ય કારણ એ જ છે કે લોકમેળા હોય નવરાત્રિ પર્વ હોય કે પછી લીલી પરિક્રમા હોય આ વગેરે તહેવારોમાં કોરોના ની ગાઈડલાઈન અનુસાર સામાજિક અંતર જાળવવું મુશ્કેલ બને છે આથી ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે તમામ તહેવારો ઘેર રહી ઉજવવા અને વધુ પડતી ભીડભાડ જમા થાય તેવી જગ્યાઓ પર ના જવું જોઈએ અને એવા તહેવારો જાહેરમાં ઊજવવાની મંજૂરી સરકારે આપી નથી અને હવે દિવાળીના પર્વ બાદ દેવ દિવાળીના દિવસથી જૂનાગઢમાં શરૂ થતી લીલી પરિક્રમા ની પણ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે કે નહીં તે તો જોવું રહ્યું?
આ વર્ષે જૂનાગઢની લીલી પરિક્રમા યોજાશે ? જાણો વધુ…???
Advertisement