Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિશ્વ પ્રખ્યાત અંબાજી મંદિર ખાતે નવરાત્રી દરમિયાન ભક્તોને મળશે દર્શન લાભ જાણો વધુ…???

Share

વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત એવા અંબાજી મંદિર ખાતે નવરાત્રી દરમિયાન ભક્તો માતાજી ના દર્શન લાભ લઇ શકશે. આ બાબત વાયુ વેગે ફેલાતા ભક્તજનો માં આંનદની લાગણી ફેલાઈ ગઈ છે . ગુજરાત સરકાર ના હુકમમાં જણાવ્યા અનુસાર રાજયમાં જાહેર કે શેરી ગરબા સહિત કોઈ પણ પ્રકારના ગરબા યોજવા પર પ્રતિબંધ કરેલ છે. જે ધ્યાને લઈ અંબાજી મંદિર ચાચર ચોકમાં કોઈપણ પ્રકારના ગરબાનું આયોજન કરેલ નથી . નવરાત્રિના સમયગાળા દરમિયાન યાત્રાળુઓ માટે દર્શન રાબેતા મુજબ ચાલુ છે. આસો સુદ એકમને શનિવાર તા.17/10/ 2020 થી પવિત્ર શારદીય નવરાત્રિનો પ્રારંભ થાય છે.
તા.17/10/2020 થી યાત્રાળુઓ માટે દર્શનનો સમય સવારે 8.00 થી 11.30, બપોરે 12.30 થી 16.15 અને સાંજે 19.00 થી 21.00 સુધીનો રહેશે. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ દરેક યાત્રાળુઓએ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે . માસ્ક પહેર્યા વગર અંબાજી મંદિરમાં પ્રવેશ મળશે નહીં . સોસિયલ ડિસ્ટન્સિંગ સાથે શક્તિદ્વારથી ટોકન મેળવી તાપમાન ચકાસણી કરાવી, સેનિટાઈજ થઈને દરેક દર્શનાર્થીએ પ્રવેશ મેળવવાનો રહેશે. દરેક પ્રવેશાર્થીનું થર્મલ સ્કેનિગ કરવામાં આવશે. 10 વર્ષથી નાના બાળકો અને 65 વર્ષથી વધુના સિનિયર સિટીજન દર્શન માટે ન આવે અને ઘરે બેઠા જ માતાજીનું પૂજન – અર્ચન કરે તેવી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી અપીલ કરે છે. નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં કોરોના વાઇરસની મહામારી સામે સમગ્ર વિશ્વનું રક્ષણ થાય અને આ મહામારીમાંથી સમગ્ર માનવજાતને રક્ષણ મળે તેવી પ્રાર્થના અંબાજી મંદિર ના કર્તા હર્તા દ્વારા કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચની સરકારી કોલેજ ઓફ એગ્રીકલ્ચર અને પોલિટેકનિક ઇન એગ્રીકલ્ચર દ્વારા સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કરાયું

ProudOfGujarat

અંકલેશ્વર ગડખોલ પાટિયા પાસે ૪૦ વર્ષીય યુવકે ટ્રેન સામે આવી આપઘાત કરતા ચકચાર…

ProudOfGujarat

બોલીવુડ સ્ટાર શાહિદ કપૂરના ઘરે આવી ખુશીઓ, મીરાએ પુત્રને આપ્યો જન્મ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!