દિનેશભાઇ અડવાણી
શનિવારે આવતી અમાસ વધુ ફળદાયી માનવામાં આવે છે. શનિવારે આવતી અમાસે શિવજી, હનુમાનજી અને શનિ મહારાજ એમ ત્રણેય દેવોની કૃપા પ્રાપ્ત કરી શકાય.શનિદોષથી પીડિત જાતકોને ભગવાન શિવ, સૂર્ય, અને હનુમાનજીની આરાધના કરવી જોઈએ.ભગવાન શિવ, સૂર્ય અને હનુમાન મહાવીરની આરાધના કરવાથી પણ શનીદેવ પ્રસન્ન થાય છે અને શનિની પીડાથી મુક્તી મળે છે.
Advertisement
શનૈશ્ચર અમાવસ્યાનું મહત્વ
અમાવસ્યા શિવજી અને પિતૃઓને પ્રસન્ન કરવાનો દિવસ મનાઈ છે. આજની અમાસ શનિવારના દિવસે હોવાથી શિવ પૂજા, શનિ સ્ત્રોત, હનુમાન ચાલીસાનો પાઠ કરીને ત્રણેય દેવોની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ. શ્રીમદ્દ ભગવદ ગીતામાં કર્મની ખૂબ મોટી ચર્ચા શ્રીકૃષ્ણ ભગવાને કરી છે. આ આખુ જગત કર્મની સાકળથી બંધાયેલું છે. બ્રહ્માંડમાં દરેક તત્વ પોતાના કર્મ અનુસાર કાર્ય કરે છે. નવગ્રહો ઈન્દ્ર વગેરે દેવો સ્વતંત્ર નિર્ણયો લઈ શકતા નથી.