Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ઇનર વ્હીલ કલબનાં હોદ્દેદારોએ ઘરડા ઘર ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી…

Share

અંકલેશ્વરની રોટરી ક્લબની ભગીની સંસ્થા ઇનર વ્હીલ ક્લબ દ્વારા ભરૂચના કસક વૃદ્ધાશ્રમના વરિષ્ઠ નાગરિકો સાથે 72 મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો હતો. સંસ્થાના પ્રમુખ મનીષા અરોરા અને સેક્રેટરી સંધ્યા મિશ્રાએ સાથે સાથે અન્ય ઈનર વ્હીલ સભ્યોએ પણ તેઓને આવશ્યક વસ્તુઓની કીટનું વિતરણ કર્યું હતું અને તેમની સાથે યાદગાર અને ગુણવત્તાયુક્ત સમય પસાર કર્યો હતો.

આ કાર્યક્રમ અંગે સેક્રેટરી સંધ્યા મિશ્રાએ જણાવ્યું હતું કે ઇનર વ્હીલ ક્લબની મહિલાઓ સમાજસેવા ઉપરાંત દરેક તરછોડાયેલા વ્યક્તિઓને પોતાના સ્વજન માને છે અને પ્રતિવર્ષ તેઓના જીવનમાં ખુશી લાવવા માટે અમે સૌ પ્રયત્ન કરીએ છીએ જેના ભાગરૂપે અમે ઘરડા ઘર ખાતે વૃદ્ધજનો સાથે આનંદપૂર્વક સમય વિતાવ્યો અને એમને પણ ખુબ જ આનંદ અને હર્ષની લાગણી થઇ હતી જે તેઓએ વ્યક્ત કરી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળા ખાતે મહારાષ્ટ્ર દંપત્તિના ઘરે માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની સ્થાપના કરાઇ.

ProudOfGujarat

ગોધરા : સોમનાથ નગર વિસ્તારમાં આડેધડ ખોદકામને પગલે પાણીની પાઈપલાઇનો તૂટતા હાલાકી.

ProudOfGujarat

સ્ટ્રોંગ ઇન્ડિયા કી સ્ટ્રોંગ બેટીયાના સૂત્ર સાથે પર્વતારોહણ કરતી વડોદરાની નિશા કુમારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!